________________
ચતુર્થ પરિચ્છેદ
શતવહનવંશ (ચાલુ) સંક્ષિપસાર–આંધ્રપતિઓની રાજગાદિનાં સ્થળ વિશે, જે અનેક નામે બોલાય છે, તે દરેકની શકયાશક્યતા વિશે કરેલ ચર્ચા-તથા કયું સ્થળ સમયાનુકૂળ તે સ્થાન જોગવતું હતું તેને આપેલ ખ્યાલ–
આ વંશના સર્વ રાજાઓ, પિતાનાં નામ સાથે, સર્વ સામાન્ય વિશેષણે જોડતાં હવાથી ઊભી થતી મુશ્કેલીને આપેલ ચિતાર-છતાં તેમાંથી જેને ઉકેલ માતૃગોત્રના બળથી કરી શકાય છે તેની આપેલ સમજાતિ-ભિન્ન ભિન્ન સમયે ક્યા રાજાઓ, કર્યો ધર્મ પાળતા, તે મુદ્દો સમજાવી, તેમણે જ્યારે પરિવર્તન કરેલું ત્યારે કેવા સંયોગો હતા અને કેવી રીતે તેમને પરિસ્થિતિને અનુકૂળ થવું પડ્યું હતું તેને આપેલ ખ્યાલને તે પ્રસંગે થયેલ ધર્મક્રાંતિને અંગે, પ્રજા ઉપર નીપજેલી અસરનું કરેલ વર્ણન–રાજકારણમાં થયેલ ક્રાંતિનું કિંચિદંશે આપેલ વર્ણન છેવટે આ ક્રાંતિમાં મુખ્ય ભાગ ભજવનાર " ભગવાન પતંજલિની, અને તેવી જ રીતે બીજા પ્રખ્યાત થયેલા રાજકર્મચારી પ. ચાણક્યની, કરેલી સરખામણી–