________________
ફોન
સસમ પરિચ્છેદ
શતવહન વંશ (ચાલુ) ટૂંકસાર –(૧) શ્રીમુખ–આંધ્ર સામ્રાજ્યના સ્થાપક રાજા શ્રીમુખની ટૂંકમાં આપેલ ઓળખ-તેની ઉત્પત્તિને, માતાપિતાને, સગા તથા ઓરમાને મળીને નવ ભાઈઓને તથા પ્રત્યેકની ઉમરને બતાવેલે ખ્યાલ-તે અને તેના સહોદર કૃષ્ણના જન્મસ્થાન વિશે કરેલી ચર્ચા-ળેષ્ઠ પુત્ર હોવા છતાં, પોતાના પિતાની ગાદી ઉપરને હક્ક કેમ ડુબાડવામાં આ અને પરિણામે કેવાં પગલાં તેને ભરવાં પડયાં, તેને આપેલ ચિતાર-કયા પ્રદેશમાં અને કયાં રાજગાદી સ્થાપી, તેને કરેલા વિવાદ-તેનાં કુલ, જાતિ, વંશ અને ધર્મ વિશે અનેકવિધ પુરાવાથી કરી આપેલ નિર્ણય–તેના પુત્ર પરિવારનું આપેલ વર્ણનરાજપદે આવ્યા પછી તેણે કરેલા કામોની આપેલ વિગત-છેવટે તેના સમકાલીનપણે પુષ્યમિત્ર હોવાનું વિદ્વાનેએ જે ઠરાવ્યું છે, તેની શકયાશકયતા વિશેનું કરેલ વિવેચન
(૨) ગૌતમી પુત્ર યજ્ઞશ્રી–તેના કુટુંબ પરિવારની કરેલ ચર્ચા, અને બતાવી આપેલ ઉમર-મહારથી નામના સરદારેની આપેલ ઓળખ, તથા તેની સાથે કેવા સંજોગોમાં લગ્ન સંબંધ બંધાયો હતો તેની આપેલ સમજૂતિ-રાજ્યવિસ્તાર તથા રાજનગરની કરેલી ચર્ચા–વસતશ્રી-સગીર વયને હવાને અંગે તેની વિધવા માતા રાણીનાગનિકાએ હાથમાં લીધેલ રાજસત્તાનું આપેલ વર્ણન, તથા કેવા સંજોગોમાં તેને કરવો પડેલ ગાદિત્યાગ વળી તેને સવિસ્તૃત આપેલ હેવાલ