________________
[૧૪]
પ્રબંધ ચિંતામણિ નવાનવા છંદોના સમૂહે કરી જેનપણાના ગુણોની સ્તવન કરતા આ શ્રેણીકરાજા ગાંધર્વોના ગર્વને પણ હરતો હતો. તેની કુમારાવસ્થા, સ્ત્રીઓનું પાણિગ્રહણ, રાજ્યની પ્રાપ્તિ, પુત્રોની ઉત્પત્તિ વિગેરે બીજા ગ્રંથેથી જાણી લેવું, કારણકે આ સ્થળે તેનો અધિકાર નથી. કેટલાક અક્ષરેવડે કવિ જેમ સ્પષ્ટ કાવ્ય બાંધે છે તેમ અરિહંતની ભક્તિ આદિ સ્થાનવડે આ શ્રેણિકરાજાએ તીર્થકરનામકર્મ બાંધ્યું હતું.
સમ્યકત્વવાન જી વૈમાનિકદેવ શિવાય બીજી ગતિમાં જતા નથી (એ સત્ય છે). કેમકે કલ્પવૃક્ષ સ્વાધીન છતાં ખરાબ અનાજ કેળુ ખાય ? આ પ્રમાણે નિયમ છે છતાં આ શ્રેણીકરાના મરણ પામીને પહેલી નરકમાં ગયા. કારણકે સમ્યકત્વનો લાભ થયે તે પહેલાં તેણે નરકાયુષ્ય બાંધ્યું હતું સમુદ્રના કલ્લેબ રેકી શકાય છે, અર્જુનનાં બાણો પણ રેકી શકાય છે, આકાશમાંથી પડતી વિજળીને પણ રેકી શકાય છે, પણ કમની રેખા રેકી શકાતી નથી. નરકમાં રહ્યા છતાં, હે આત્મા! તારાં પિતાનાં કરેલાં કર્મ ઉદય આવ્યાં છે, તેને હવે તુંજ સહન કર. આવી ભાવનાવાળો શ્રેણિક રાજા દુઃખેનો અનુભવ કરે છે છતાં (સમ્યક્તિ હોવાથી) તે અત્યંત વેદના ભગવતે નથી. ચિરાશી હજાર વર્ષ ગયા પછી ખાડરૂપ આવર્તમાંથી હાથી જેમ નીકળે તેમ પહેલી નરકમાંથી તે શ્રેણિકરાજા નીકળશે. વિષ્ટામાંથી પણ સુવર્ણને અંગીકાર કરવાની માફક પૂર્વ ભવનું સ્મરણ કરતે શ્રેણક રાજા નરકમાંથી નિકળતાં છતાં પણ તે (આગલા) ભવ સંબંધી મતિ, શ્રુત અને અવધિ–આ ત્રણ જ્ઞાનનો ત્યાગ