________________
પ્રબંધ ચિંતામણિ
[ ૧૩૯] રાગસાગર નામનો તારે ભાઈ કે જેણે મેટા સંગ્રામના સમૂહનો નિર્વાહ કર્યો છે તે પણ તારી પાછળ ચાલનાર છે. શણગાર અને અતિ સ્નિગ્ધ આહારશદિ રૂપ, વૈરીનું નિર્લોઠન કરવામાં ઉત્કંઠાવાળા, વંઠ પુરુષે શું તારી પાસે નથી ? અર્થાત્ તેવા અનેક વંઠ પુરુષો તારી પાસે છે. આ મદિરા (દારૂ) નામનો તારો યોદ્ધો તે અપૂર્વ છે કે જે પ્રથમ મનુષ્યને નિર્ધન કરે છે, ત્યાર પછી ધૂર્ણિત કરે છે અને અંતે વિશ્વ (દારૂ પીનાર)ને અચેતન કરી નાખે છે. પાશ (પાસા) રૂપ હાથ જેણે વિસ્તારેલ છે એ અને કેલાહલથી વ્યાકુળ ઠગારાઓથી સારી રીતે સેવા આ ધૂત (જુગાર) નામન તારે સુભટ જગતને જીતવાવાળે છે. કુતુહલ જેને પ્રિય છે એ હાસ્યરસ નામનો આ તારે વિદુષક છે કે જે નિર્લજ થઈને રાજાઓને પણ અત્યંત વિડંબના પમાડે છે. લાજરહિ , નિરંતર નવીન દેવને રળતી (રઝળાવતી) અને નિરંતર નવી આ કીડા નામની દાસી કેનાથી રોકી શકાય તેવી છે? અભંગન (તેલ વગેરેનું ચોળવુ), સ્વપન (એક જાતનું સ્નાન) અને ઉદ્ધત્તન (લેપન કરવું એ આદિ આ તારા નેહી લેકે દુગચ્છનીક એવા આ દેહની પણ શેભાના સમૂહને વિસ્તરે છે. કાનને આનંદ આપે તેવા અને સાંભળતાં શરમ થાય તેવાં વચનો રૂ૫ તારાં વાજીંત્રે છે, જેના ધ્વનિથી વજઘાતની માફક શત્રુનું સૈન્ય ક્ષોભ પામે છે, અભિમાનરૂપ બખતર તારા મિત્રરૂપ થઈને યુદ્ધમાં તારી યેગ્યતા જણાવે છે. નિર્લજપણારૂપ તારું શિરસ્ત્રાણ (માથાનું રક્ષણ કરનાર લેહનો ટોપ) શત્રુના વચનરૂપ બાણુના ભયને