________________
[ ૨૦૨ ]
પ્રબોધ ચિંતામણિ
બીજાઓથી સહન ન થઈ શકે તેવા તામસ ભાવરૂપ લોઢાના ટોપને મસ્તક પર ધારણ કરતા, મિથ્યાવાદરૂપ વાજીત્રન સમૂડને ચારે બાજુ વગાડતા, અને યમરાજાના યાન (રથ) સરખા શ્યામ અસત્સંગરૂપ મદેન્મત્ત હાથી ઉપર ખાસ્ટ થયેલા મોહરાજાને, શત્રુને રોધ કરવાવાળું તેમજ પિતાને સહાય કરવાવાળું અને મહાન કર્મને ઉદય થવાવાળું લક્ષ્ય પુરોહિતે આપ્યાથી તેણે પ્રયાણ કર્યું.
મહાન સંભ્રમથી પગ વડે ભૂમિને સ્પર્શ પણ ન કરતા હોય તેમ તેની આગળ કુવકલ્પ (ખરાબ વિચાર)રૂપ પદાતીઓ ચાલવા લાગ્યા. ભયંકર (શૈદ્ર) દુર્ગાનરૂપ વાઘના ચામડાથી ચારે બાજુથી મઢેલા ખરાબ મનેરશે તે પદાતીએની પાછળ દોડવા લાગ્યા. પ્રિયની પ્રાપ્તિ અને અપ્રિયની અપ્રાપ્તિની અભિલાષારૂપ પવન જેવા વેગવાળા ચપળ કરોડો ઘેડાએ તે રની પાછળ ચાલવા લાગ્યા. ઘણી જ ઉંચી સંપત્તિની અભિલાષાવાળા અને મદ ઝરતા મેરૂપર્વત સમાન ગંધહસ્તિઓ તે ઘડાઓની પાછળ ચાલવા લાગ્યા. તે વખતે મેરાજાના સામંત, મંત્રી, મિત્ર, પુરોહિત, ભંડારી, કેટવાળ અને દ્વારપાળ પ્રમુખ સર્વ આસ્થાનમંડપ (શહેરની બહાર ચેલા કચેરીમંડપ)માં આવ્યા. ત્યાં “શત્રુના સૈન્યને જીતવાને હું સમર્થ છું” આવી રીતે બેલતા અભિમાની પ્રમાદને આદરપૂર્વક મેહરાજાએ હર્ષથી પોતાના સમગ્ર સૈન્યને નાયક બનાવ્યો. પછી તેણે પ્રમાદને સ્નેહથી આજ્ઞા આપી કે “હે વીર! આ હાથી, આ ઘોડા, આ વેગવાળા રથ, આ યુદ્ધા અને આ ભંડાર વિગેરે સર્વ વસ્તુઓ