________________
[૨૬]
પ્રબોધ ચિંતામણિ અશુભ ધ્યાન તથા શુભધ્યાનના ભેદરૂપ વીર પુરુષે અનુપગથી તથા વિધિથી (અનુક્રમે) શસ્ત્રો ખેંચવા લાગ્યા.
મેં રથનેમિને ચારિત્રથી ભગ્નપરિણામવાળે કે, મેં નળરાજાને શ્યામવર્ણવાળે કર્યો, મેં ક્ષપકષિને ક્ષીણ કર્યો, મેં શશરાજાને માર્યો, મેં સંભૂતિમુનિને પરાભવિત કર્યો, મેં બાહુબળીને બાંધ્યો, મહાબળરાજાને પ્લાન કર્યો અને મેં કેશરી રાજાને કલેશિત કર્યો. આ પ્રમાણે મેહરાજાની સેનાના સુભટ ભુજાના આશ્લેટ કરવા પૂર્વક આપસ આપસમાં પોતપોતાના પરાક્રમનું વર્ણન કરવા લાગ્યા.
મેં શિવકુમારને, મેં બળદેવને મેં ચિલાતીપુત્રને, મેં નયસાર અને ધનસાર્થવાહ આદિને મેં નાગને મેં મેઘકુમારને મેં અતિમુક્તમુનિને અને મેં કપિલ બ્રાહ્મણને ભાવશ પાસેથી ખેંચી લીધે. આ પ્રમાણે વિવેકરાજાના સૈન્યમાં પણ શૂરવીર સુભટ સત્ર રીતે પોતપોતાનું પરાકમ આપસમાં કહેતા છતા પ્રગટ થયેલા પોતાના શૌર્યને દેખાડવા લાગ્યા.
હવે અવિદ્યારૂપ રાત્રિને નાશ થયે છતે અને તત્વરૂપ સૂર્ય પ્રકાશિત થયે છતે તે સર્વે વિવેકના સુભટો શત્રુના સમૂહનો નાશ કરવા માટે તૈયાર થયા. પ્રારંભમાંજ શત્રુઓને વિષે સ્કુરાયમાન ક્રોધવાળા વિમળબોધ નામના
૧ મેહના અશુભ ધ્યાનરૂ૫ સુભટો અનુપગથી શસ્ત્ર ખેંચવા લાગ્યા અને વિવેકના શુભધ્યાનરૂપ સુભટ વિધિપૂર્વક શસ્ત્રો ખેંચવા લાગ્યા