________________
[ ૨૫૦ ]
પ્રબોધ ચિંતામણિ ચંદ્ર, આવરણ રહિત દીપક, નિર્મળ સુવર્ણ, ડાઘ વગરનું માણિકય અને ધૂમાડા વિનાને અગ્નિ શેભે છે તેમ શત્રુ એને સંસર્ગ દૂર કરવાથી તમે હમણાં અત્યંત શેભે છે સૂક્ષ્મ મને અને માયા સ્ત્રીએ તમને દુર્બળ જાણીને બાંધ્યા હતા, પણ વિશ્વને (દુઃખથી-સંસારથી) સુકાવવાવાળું તમારું બળ આજે ઉલ્લાસ પામ્યું છે. પહેલાં તમે પરવશ હતા ત્યારે જે ભંડારો ક્ષીણ થયેલા તમે જોયા હતા તે વિર્ય અને આલ્હાદ આદિ ભંડારે આજે પરિપૂર્ણ સ્થિતિમાં દેખાય છે. પહેલાં મ્યુચ્છ લોકોએ તમારી પાસે કાષ્ટ તથા પાણી વિગેરે ભારવહન કરાવ્યું હતું, અને હમણાં તો અને સેવકોની માફક સર્વ દેવો તમારી સેવા કરે છે. નિરંતર એક સ્વભાવવાળા આપણું બેઉને પૃથગુભાવ જ શું બીલકુલ નથી, માત્ર કેટલાએક સ્થૂળ દૃષ્ટિવાળા મનુષ્ય ભેદ માને છે. પણ આપણે જેને તે ભેદને ઈચ્છતા જ નથી. તમે માયાને આધીન થયા હતા તેથી તમારામાં શંકા કરતી હું છતી છતાં પણ અસતીની માફક (તમારી સેવા નહીં કરતાં) તટસ્થપણે જ રહી હતી. હે માયા રહિત થયેલા ક્ષમાના સમુદ્ર ! તે મારે અપરાધ તમે ક્ષમા કરો. હવે આજથી નિરંતર એકાગ્ર મનવાળી થઈને હું તમારી સેવા કરીશ. હે સ્વામી! અત્યારે તે આ દેવેએ રચેલા રત્નજડિત સુવર્ણમય કમળને અલંકૃત કરીને (તેના ઉપર બેસીને) ન્યાય (સત્ય માર્ગ) પ્રકાશ કરો.”
આ પ્રમાણે ચેતનારાણીનાં વચનથી બંધનમુક્ત થયેલ