________________
[૨૫૮]
પ્રબંધ ચિંતામણિ
જવર પ્રમુખ વ્યાધિરૂપ ચારે તમારું વિદ્યમાનપણું છતાં પણ તત્કાળ આ દેહને લુંટી જાય છે. આ દેહનાજ નાશને માટે ચક, વજ, ધનુષ્ય, ખ, છરી, કુંત અને તેમર (એક જાતનું આયુધ) પ્રમુખ શાસ્ત્રોના સમૂહ ક્યા દેવે બનાવ્યા છે ? ભૂત, પ્રેત, અને પિશાચાદિ દેવે તથા મલેચ્છ, મુગલ અને ચંડાળ પ્રમુખ મનુષ્ય પણ આ દેહને નાશ કરવાને ઈચ્છે છે. દેવ અને મુનિનાં પણ કઠેર મન તથા વચન (શ્રાપ દેવાવડે) અને કેટલાંક મનુષ્યની દુષ્ટ દષ્ટિવડે પણ આ દેહ ઉભેને ઉભે સૂકાઈ જાય છે. અત્યંત નેહથી, અત્યંત રાગથી, અત્યંત ક્રોધથી અને અત્યંત ભયથી અકસ્માત આ દેહ નાશ પામેલે દેખાય છે. વળી હે દેવ! અતિ આહાર કરવાથી, સર્વથા આહાર ન કરવાથી, ઘણું પાન કરવાથી, (પાણી પીવાથી) સર્વથા પાન ન કરવાથી ઘણે પ્રયાસ કરવાથી, સર્વથા પ્રયાસ ન કરવાથી, આ દેહ વીર્ણ (સૂકાઈ ગયેલ) થઈ જાય છે. આવા મળરૂપ પંકથી વ્યાસ નિસાર અને વિનાશ ધર્મવાળા દેહને વિષે તમારો નિવાસ જે ને તેને માટે રંકના મસ્તક ઉપર રહેલા મણિને દેખીને કરે તેમ સંત પુરુષ શેચ કરે છે. તે પવિત્ર! આ અપવિત્ર દેહને વિષે, હે નિર્મલાત્મન્ ! મલિન દેહને વિષે, હે ચિદ્ર! જડ દેહને વિષે, હે અવિનાશી ! વિનાશી દેહને વિષે, હે અનંતવીર્ય ! નિવયે દેહને વિષે અને હે પાંચ ભૂતેથી ભિન્ન! આ ભૌતિક (પાંચ ભૂતમય) દેહને વિષે દાક્ષિણ્યતારૂપ પાશથી બંધાયેલા તમે કયાંસુધી રહેશે? હે નાથ ! પહેલાં આ કાયાપુરના જેવાં ઘણાં પુરો