Book Title: Prabodh Chintamani
Author(s): Jayshekharsuri, Kesharsuri
Publisher: Mukti Chandra Shraman Aradhana Trust

View full book text
Previous | Next

Page 280
________________ પ્રબંધ ચિંતામણિ [ ૨૬૫ ] કર્યો. તે પાછો અટવામાં આવ્યું તે વખતે [અંતઃપુરમાં જે સુખને અનુભવ કર્યો છે તે સુખ પોતે જાણતો હતો છતાં પણ ત્યાં [અટવીમાં ઉપમા આપવા લાયક વસ્તુ કાંઈ પણ નહીં હોવાથી પિતાનાં સગાંવહાલાં આગળ તેનું વર્ણન તે કેવી રીતે કરી શકે ? ન કરી શકે. તેજ પ્રમાણે આ દુનિધાને વિષે રહેલા જીવે મહાકાલેશે સાધ્ય થઈ શકે તેવાં સુખને જ નિરંતર [ અટવીમાં રહેલા બીજા ભિલ્લાની માફક] ભગવતા હોવાથી કેવળી ભગવાન કઈ ઉપમાવડે મેક્ષના સુખની સાંભળનારને પ્રતીતિ કરાવી શકે ? [અર્થાત્ ન કરાવી શકે ]. ઈષ્ટ એવાં અન્ન, પાણી, વસ્ત્ર, આભરણ, વિલેપન અને સ્ત્રી વિગેરેથી [ આ દુનિયામાં] જે સુખ કુરાયમાન થાય છે [દેખાય છે તે નિચે કૃત્રિમ છે અને આત્મસ્વરૂપ સંબંધી, નિમિત્તની અપેક્ષા વિનાનું અને કેઈ ચેરી ન શકે તેવું સિદ્ધના જીવનું જે સુખ છે તે અકૃત્રિમ સ્વિાભાવિક છે. જે [પરમાત્મા સંભારવાથી જગતના જીવોને વેગ [નહીં પામેલા આત્મધર્મને મેળવી આપનાર અને ક્ષેમ [પ્રાપ્ત કરેલ આત્મજ્ઞાનાદિનું રક્ષણ કરનારને માટે થાય છે તેથી તેને તમે લોકનાથ કહે; અને જે પરમપદને પામીને બીજા દેને [જેઓ પરમપદને પામ્યા નથી તેઓને નીચા કરે છે તેથી તેને તમે દેવાધિદેવ કહે. આ દુનિયામાં આવા શુદ્ધ આત્મા સિવાય બીજું કાંઈ ધ્યાન કરવા લાયક નથી, આ શુદ્ધ આત્મા સિવાય બીજું કાંઈ પ્રસિદ્ધ જાણવા લાયક પણ નથી, આ શુદ્ધ આત્મા સિવાય બીજું કઈ દૈવત [ દેવપણું] નથી અને

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288