________________
[ ર૬૬ ]
પ્રબોધ ચિંતામણિ
શુદ્ધ આત્મા સિવાય બીજું કઈપણ તીર્થ નથી–એમ અમે પ્રતીતિ કરીએ છીએ.
નોટ–અહીં આશય એવો છે કે દરેક ક્રિયાઓ આ શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરવાને માટે જ છે. તેની પ્રાપ્તિને માટે એક અગર બે સાધને છે એમ નથી, પણ હજારે અને કરોડ સાધને તેની પરાકાષ્ઠા મેળવવાનાં છે, પણ તેમાનું દરેક સાધન દરેક મનુષ્યને તેની યેગ્યતાનુસાર સહાયકારક થાય છે. આ ઉપરથી અમુક સાધન જ ઉપયોગી છે અને બાકીનાં બીજાં સાધનથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ શકે નહિં એમ માનનારા પૂરેપૂરી ભૂલ ખાય છે. તે ભૂલ જ્યારે તે સારી સ્થિતિમાં આવે છે ત્યારે તેને માલમ પડે છે, પણ તે પહેલાં તે સાધના નિષેધ કરતાં તે હજારો જીને ઉપકારી થવાને બદલે અપકારી થઈ પડે છે. માટે અમુક ભાગને વિષય (શુદ્ધ આત્માની પ્રાપ્તિને હેતુ) કરનારી પોતાની સાંકડી મતિ જ્યાં સુધી વિસ્તૃત થઈને આત્મગુણપ્રાપ્તિને સર્વ રરતા પિતાને દેખાડી ન આપે, ત્યાંસુધી તેવા ઉપદેશનું કામ કરવું એ મેટા જોખમનું કામ ઉપદેશકને માથે છે. એટલા માટે ત્યાં સુધી ઉપદેશ વૃત્તિથી દૂર રહેવાની જરૂર છે. આ વાત વારંવાર યાદ રાખવાની છે.
જેઓએ આ શુદ્ધસ્વરૂપ જાણ્યું નથી તે મુગ્ધ આશવાળા “આ નવીન તીર્થ છે, આ નવીન તીર્થ છે એમ બેલતા ત્રણ ભુવનને વિષે ભટક્યા કરે છે, કારણ કે આત્માના