________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૬૯ ]
પશુપાળપણું, સમુદ્ર અને પૃથ્વીનું ઉલ્લંઘન કરવું ઈત્યાદિ સવે ઉપાય મનુષ્યને (ધન પ્રાપ્તિને માટે) સંદિગ્ધ ફળવાળા (અર્થાત્ ફળ મળી શકે અથવા ન મળી એવા સંદેહવાળા) છે, પણ આ આધ્યાત્મિક જ્ઞાનની અથવા શુદ્ધ આત્માની તે થોડી પણ સેવા નિષ્ફળ થતી નથી, (અર્થાત્ ફળ આપનારની જ થાય છે). કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ અને દક્ષિણાવર્ત શેખ પ્રમુખ કેઈ કાળે, કાંઈક કેઈ સ્થાને અને કેઈ એક પુરુષનેજ ઈષ્ટ વસ્તુ આપે છે આ અધ્યાત્મ અથવા શુદ્ધ આત્મા સિવાય સર્વ વસ્તુ આપનાર બીજે કઈ પણ પ્રસિદ્ધ નથી. ધીરજ વિનાના પુરુષો ધનની આશાથી ધનવાન પુરુષની ખુશામત તથા દાસપણું કરે છે, પણ જે આ શુદ્ધ આત્માનું એકાગ્રતાથી સેવન કરે તે તેને ત્રણ જગતનું સ્વામીપણું પણ દુર્લભ નથી. મનુષ્યને આ અધ્યાત્મ (આત્માને અધિકાર કરીને જે કાંઈ ક્રિયા કરાય તે અધ્યાત્મ અર્થાત્ શુદ્ધ આત્મતાને પ્રગટ કરનાર જ્ઞાન અને કિયા તે અધ્યાત્મ) જ્ઞાન મહામંગળ છે, એજ મંત્ર છે, એજ મહોત્સવ છે, એજ સુકૃતનું અંગ છે, એજ ચિંતામણિ છે, એજ રક્ષણ કરનાર ઔષધ છે અને એજ રમણિય બંધુ છે. જે પરમાત્મા (પરમ–-ઉત્કૃષ્ટ આત્મા–પૂર્વોક્ત વિધિથી શુદ્ધ થયેલ આત્મા. તેજ પરમાત્મા) રૂપ રહિત છે ને વિશ્વરૂપ છે, સકળ છે ને અકળ છે, વ્યક્ત છે ને અવ્યક્ત છે, એક છે ને અનેક છે, પુણ્ય પાપ પ્રકૃતિ રહિત છે, યેગીઓને