Book Title: Prabodh Chintamani
Author(s): Jayshekharsuri, Kesharsuri
Publisher: Mukti Chandra Shraman Aradhana Trust

View full book text
Previous | Next

Page 282
________________ પ્રબોધ ચિંતામણિ [ ૨૬૭ ] શુદ્ધ સ્વરૂપને જાણનારાઓને તે સર્વ પૃથ્વી તીર્થરૂપ છે. નોટ—તીર્થ સ્થળે જવાને હેતુ એ છે કે પિtiના આત્માને પવિત્ર કરે. કોઈ પણ પવિત્રતામાં વધારે કર. તે નિવૃત્તિ વિના થતું નથી. આવી નિવૃત્તિ પ્રાયે તીર્થસ્થળમાં વિશેષ હોય છે. તે સ્થળે અનેક મહા પુરુષને સમાગમ થાય છે. મહાત્માઓની નિર્વાણભૂમિને સ્પર્શવાથી તેઓના શુભ વિચારોનું બધાયેલું વાતાવરણ આત્મગુણ પ્રગટ કરવામાં વિશેષ સહાયક બને છે. તેઓના ગુણ, કર્તવ્ય વિગેરે યાદ આવવાથી શુભ વિચારે ઉત્તેજિત થાય છે અને તેવાં કાર્યોમાં પ્રયત્નશીલ બને છે. આ સર્વ હેતુઓ જેઓ પ્રથમ હદમાં રહેલા છે તેઓને વિશેષ ફાયદાકારક છે; પણ જેઓએ પિતાનું શુદ્ધ સ્વરૂપ જાણ્યું છે તેઓ ગમે તેવા સ્થળનો આશ્રય કરીને પણ પિતાની શુદ્ધતા પ્રગટ કરી શકે છે. માટે એ ઉપરથી આ ઉપરના કલેકમાં જણાવવામાં આવ્યું છે કે “સffજ વિદ્યાં fહ તીર્થ” આત્મ સ્વરૂપ જાણનારાઓને સર્વ પૃથ્વી તીર્થરૂપ છે તે બરાબર છે, કેમકે તીર્થે જઈને જે કાર્ય કરવું છે તે કાર્ય ગમે તે સ્થળે રહીને તેઓ કરી શકે છે.” જેમ એક જાતની માટીને ધમવાથી તે સુવર્ણતાને પ્રાપ્ત થાય છે, લીંબડાને પરિકમિત [એક જાતની કિયા] કરવાથી નિગીપણું પમાડે છે અને સારી રીતે સંસ્કાર

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288