Book Title: Prabodh Chintamani
Author(s): Jayshekharsuri, Kesharsuri
Publisher: Mukti Chandra Shraman Aradhana Trust

View full book text
Previous | Next

Page 283
________________ [ ૨૬૮ ] પ્રોધ ચિંતામણિ કરેલા પારા સિદ્ધરસના નામથી પ્રખ્યાતિ પામે છે, તેમ આત્મા ( તેને સારી સંસ્કારિત કરવાથી ) પાતેજ પરમાત્મભાવને પ્રગટ કરે છે. જ્યાંસુધી આ શુદ્ધ આત્માનુ સ્વરૂપ જણાયેલું હોતું નથી, ત્યાં સુધી મથી ધમાયેલાં [તપેલાં મન છે જેનાં એવા સવેદનકારો આપસ આપસમાં દ્રોહ [વાયુદ્ધ વિગેરે] કરે છે; પણુ જ્યારે તે આત્મતત્ત્વને જાગે છે, ત્યારે [ આપસમાં] સગા ભાઇઓની માફક આચરણ કરે છે. આત્મતત્ત્વના જ્ઞાન સહિત જે વિદ્યા છે તે નિર્દોષ વિદ્યા છે અને બાકીની જે અવિદ્યા છે તે સંસારમાં ગિત કરવાના મારૂપ છે. તેથી અધ્યાત્મજ્ઞાન વિનાના અને વિચિત્ર પ્રકારના શાસ્ત્રરૂપ મહા અંધકારથી થયેલા તેઓ (અવિદ્યાવાળાએ) કુગતિને વિષે પડે છે. આ દુનિયામાં પ્રસિદ્ધ એવા સર્વ પદાર્થોનું કેટલાએક પુરુષા ગાન કરે છે (અર્થાત્ તે પદાર્થાં વિદ્યમાન છે એમ કેટલાએક પુરુષા પ્રમાણ અને અનુભવદ્વારા સિદ્ધ કરી બાપે છે), ત્યારે કેટલાએક પુરુષા તેને વગાવે છે (અર્થાત્ દુનિયામાં દેખાતા કોઈ પણ પદાર્થ છેજ નહીં, માયા છે, લોકોને ભ્રમ છે વિગેરે અનુમાનાદિ પ્રમાણેાથી તેના અભાવ સિદ્ધ કરે છે). પરંતુ આ અધ્યાત્મનું સ્વરૂપ અથવા શુદ્ધ આત્માનું સ્વરૂપ તે પ્રમાણિક પુરુષોનેજ લક્ષ્ય કરવા (જાણવા) ચેાગ્ય છે અને તે કોઈપણ સચેતન (સજીવ પ્રાણી) વડે દૂષિત કરવા લાયક નથી, (દૂષિત થઈ શકતુ નથી). કૃષિ (ખેતી), રાજાની અથવા માલિકની સેવા, વ્યાપાર, भूढ

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288