________________
[૫૬]
પ્રબંધ ચિંતામણિ
સ્નાયુવડે ચંડાળના ઘરનું સ્મરણ કરાવનાર, ઉંચા અને નીચા અથવા નાના અને મેટા વાળના સમૂહથી અને રિમથી બીભત્સનિક દેખાતું, માંસ, વશા, મેદ, અસ્થિ અને રૂધિર વિગેરેથી જેવાને પણ અગ્ય, વિષ્ટા, મુત્ર અને મળથી ખરાબ ગંધવાળું, લાળ તથા થુંકથી દુર્ગચ્છનિક અને પરિણામે કૃતધ્ધ એવું આ દેહરૂપ નગર તમારા જેવા સપુરુષોને રહેવા લાયક નથી. આ દેહરૂપ નગરમાં જ્યાં જોઈએ ત્યાં મણિ, મેતી, સેનું કે રૂપા પ્રમુખ કશું દેખાતું નથી, પણ માત્ર લેહી પ્રમુખ જ દેખાઈ આવે છે. ઉપર જમીનને વિષે વાવેલાં બીજની માફક આ દેહમાં નાખેલાં અનાજ, પાણી, ઘી, ઘેલ (મળેલું દહીં), સાકર, દુધ, ફળ અને પત્ર પ્રમુખ સર્વ વિનાશ પામે છે. વળી જેમ ચંડાળની સેબતથી કુળવાન પુરુષ નિચે દૂષિત થાય છે, તેમ શય્યા, વસ્ત્ર, તંબોળ, પુષ્પ, ગંધ અને વિલેપન પ્રમુખ સર્વે આ દેહની સાથે સચેજિત થવાથી દૂષિત થાય છે. આ દેહરૂપ કોઠારમાં નિરંતર પાણી અને અનાજ નાંખવામાં આવે છે, તોપણ શક કરતાં પણ અધિક ખરાબ ચેષ્ટાવાળો આ દેહ સંતોષ પામતું નથી. પંડિત પુરુષો આ દેહને નવીન નવીન સંસ્કાર કરે છે તે પણ વિષ્ટાના ઘરની માફક આ દેહ અશુચિપણાને ત્યાગ કરતા નથી. શિલાના પત્થર, પર્વતના શિખર, નદી કિનારાના કાંકરા અને ધૂળ વિગેરે પૃથ્વીના ભેદોવડે આ દેહને ભંગ (નાશ)નો ભય છે, એમ પંડિત પુરુષ અનુમાન કરે છે. સરેવર, પાણીને પ્રવાહ, નદી,