________________
[ ૨૬૨ ]
પ્રબંધ ચિંતામણિ વાવાળે તે (હંસ યા આત્મા) તે અવસરે "રાજા એવું પિતાનું નામ સાર્થક્તાને પમાડશે. હવે તે પવિત્ર આત્માના ગુણનિષ્પન્ન નામાંતરે બતાવે છે. પૃથ્વી ઉપરથી આવેલ હેવાથી તે (અછાત્મા) પાર્થિવ કહેવાય છે, પ્રજાને પાળતા છતાં પણ સમગ્ર આરંભના હેતુને ત્યાગ કરેલ હોવાથી તે પ્રજાપાળ કહેવાય છે, ત્રણ ભુવનના જ મુગટની માફક તેને મસ્તક ઉપર ધારણ કરે છે તેથી બુદ્ધિમાને તેને ત્રિભુવનપ્રભુ કહે છે, સર્વ ઉપદ્રવો ( જન્મ, જરા, મરણાદિ )થી મુક્ત હોવાથી તે (આત્મા) જ સદાશિવ કહે વાય છે, જ્ઞાન સ્વરૂપવડે કાલેલકમાં વ્યાપ્ત હોવાથી તે વિષ્ણુ કહેવાય છે, પોતાની મેળે ઉત્પન્ન થયેલ હોવાથી– કેઈ બીજાથી ઉત્પન્ન થયેલ ન હોવાથી તે (આત્મા) સ્વયંભૂ કહેવાય છે, જન્મ રહિત હોવાથી તેજ ભગવાન અજ પણ કહેવાય છે, કર્મથી બંધાએલા આત્મા કરતાં ઉત્કર્ષતાને પામેલ હેવાથી તે પરમાત્મા કહેવાય છે અને પરમ (ઉત્કૃષ્ટ) જ્ઞાનના યોગથી પરબ્રહ્મ એવા નામને પણ તે પામેલ છે. વિદ્વાનેથી પણ તે કઈ પ્રકારે જાણી શકાતે નથી, તેથી તેને અલક્ષ્ય (અલખ) કહ્યો છે. દ્રવ્યની અપેક્ષા એ તે એક કહેવાય છે અને તેના પર્યાયે અનંત હોવાથી (અનંત પર્યાની અપેક્ષાએ) તે અનેક કહેવાય છે. સત્વગુણ, રજોગુણ અને તમગુણ રહિત હોવાથી તે નિર્ગુણ કહેવાય છે અને જ્ઞાનાદિ ગુણેના સંયેગથી તે મહાગુણ
૧ રાજા એટલે ચંદ્ર