________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૫૭ ]
કૂવા, કહ, સમુદ્ર અને અતિવૃષ્ટિ વિગેરે પાણીના અનેક ભેદોવડે પણ આ દેહને વિપ્લવ થઈ શકે છે. અગ્નિ, વિજળી, દાવાનળ, અંગારા અને ફેતરાને અગ્નિ વિગેરે
આ દેહને બાળે છે. અથવા મહાવાત અને ઉર્ધ્વ વાતાદિ વાયુ પણ આ દેહને હરી જાય છે. વિષ, વિષફળ, શંકુ, યંત્ર, મુગર, લાકડી, દેરડાને પાશ અને અતિ આહાર વિગેરે વનસ્પતિજન્ય વસ્તુ પણ આ દેહનો નાશ કરે છે. છીપ, શંખ, જળ, કમી અને કીકર્સ (એક જાતને કીડે) પ્રમુખ બેઈદ્રિયવાળા જીથી કીડી, મોડા, ઘીમેલ, કીડા અને માંકણ પ્રમુખ ત્રણઈદ્રિયવાળા જીવાથી અને પતંગીયા, ભમરી, ડાંસ તથા વીંછી પ્રમુખ ચારદ્રિયવાળા જીવથી આ દેહને નિણયાતી વસ્તુની માફક પગલે પગલે વિપદાઓ આવી પડે છે. વળી હાથી, ઘોડા, પાડા, વાઘ વરૂ, શ્કર, (ભૂંડ) વાનર, ગર્દભ, સાંઢ, શ્વાન અને શિયાળ પ્રમુખ પાંચઈંદ્રિયવાળા જીવડે આ દેહ કદથેના પામે છે. મગર, ગ્રાહુ, નક, પાઠીન, અને કરચલા પ્રમુખ પાણીમાં રહેવાવાળા તથા ભિલિગુ, બાજપક્ષી અને ગીધ પ્રમુખ આકાશમાં ચાલવાવાળાં પક્ષઓવડે પણ આ દેહ ખેદને પામે છે. નેળીયા, ઉંદર, બિલાડા, ગરોળી, કાકીડા અને સર્પાદિવડે પણ આ દેહને વિધ્ર થવાની વિદ્વાન પુરુષો શંકા રાખે છે. સંગ્રહણી, ગ્રંથી, ગંભીર, ગુલમ, કુષ્ટ અને
૧ પક્ષી વિશેષ ૨ વ્યાધિ વિશેષ.