________________
પ્રબંધ ચિંતામણિ
[૨૪૯] પ્રજ્વલિત કર્યો. પછી પરિવાર સહિત વિવેક સાક્ષીપણે રહ્યા છતે નિવય થયેલે મનપ્રધાન શુકલધ્યાનરૂપ અગ્નિમાં પ્રવેશ કરી ભસ્મતાને પામ્યા. ૧
આ વખતે અવકાશ મેળવ્યો છે જેણે એવી મહાસતી ચેતના પિતાના મૂળ સ્વરૂપે હંસ નામના પિતાના સ્વામીની પાસે આવીને ઉભી રહી અને વિનયથી નમ્ર થયેલી તથા જીલ્ડાના અગ્રભાગ ઉપર અમૃતને સંચાર કરતી સતી પોતાના પતિને કહેવા લાગી કે –“હે નાથ ! કેઈ ન દેખી શકે તેવા મારા શુદ્ધ સ્વરૂપને તમે જુઓ. જેમ ચેર અને જિલ્લાની પાસે ઉત્તમ રત્ન પ્રગટ ને કરાય તેમ મન અને મેહ તમારી પાસે વિદ્યમાન હતા ‘ત્યાંસુધી મોરા આ સ્વરૂપને મેં પ્રગટ કર્યું ન હતું. હે બુદ્ધિમાન ! હવે તમે પિતાને બંધાયેલા જાણે નહીં. તમારા સર્વ બંધને નાશ પામ્યા અને જેઓએ તમને બાંધ્યા હતા તે સર્વે દુરાત્માઓ પણ નાશ પામ્યા છે. હે હંસરાજ! જેમ વાદળાં વિનાને સૂર્ય, રાહુથી મુકાયેલા
૧ તેરમે ગુણસ્થાનકે મનને સર્વથા નાશ થતો નથી; માટે અહીં જે નાશ કહેવામાં આવ્યો છે તે નિર્વીર્યતા આશ્રીને કહેવામાં આવ્યો છે. એટલે મન વિદ્યમાન છે છતાં અહીં તેનું કાંઈ જેર ચાલતું નથી. તેમજ તે કઈ વખતજ ઉપયોગી છે, કેમકે કેવળજ્ઞાન થયા પછી સર્વ વ્યવહાર જ્ઞાનથી જ ચાલે છે અને મનના પ્રયોગ વિના વચન તથા કાયાને વ્યવહાર તેઓ કરી શકે છે. ફક્ત અનુત્તર વિમાનવાસી આદિ દેવ જે મનથી પ્રશ્ન કરે છે તેઓને કેવળી દ્રવ્યમનથી ઉત્તર આપે છે તે ઠેકાણેજ દ્રવ્યમનનું ઉપગીપણું છે.