________________
પ્રબોધ ચિંતામણિ
[૫૩]
પામે છે, કેમકે તેના અનેક અપરાધ કર્યા છતાં પણ તેણુએ મેરે વિષે પ્રેમને ત્યાગ કર્યો નથી.
(નેટ) –દેહ અને ચેતનાના સંબંધમાં વિચાર કરતાં માલમ પડી આવશે કે આત્માએ દેહને પાળીપેરીને બાલ્યાવસ્થાથી વૃદ્ધિ પમાડયે, અને તેને માટે સારા સારા ખાવાના ખેરાકે, પીવાના પદાર્થો, રહેવાને માટે મહેલે અને પહેરવાને માટે સુંદર કુમાશદાર કપડાં પૂરાં પાડયાં; તેમજ પિતાની કેવી અધમ સ્થિતિ થશે તેને બિલકુલ વિચાર કર્યા સિવાય આ દેહને માટે મહાન અઘેર કાર્યો કર્યા, છતાં આ દેહને જોઈતા ખેરાક કે પૂરતી સામગ્રીમાં જરા પણ ખામી પડતાં તે પૂર્વના કરેલા તમામ ઉપકારની કોઈપણ સ્મૃતિ કર્યા સિવાય કે બદલે આપ્યા સિવાય અટકી પડે છે, એટલું જ નહીં પણ નાશ પામે છે. તેને માટે જ્યારે ન કરવા લાયક કાર્યો કર્યા તે વખતે ચેતનાને બીલકુલ યાદ કરી નહીં એટલું જ નહીં પણ તેને અધમ દશાએ પહોંચાડી. દેહને માટે આટલું બધું કર્યું પણ તેની સાર્થકતા કાંઈ ન થઈ. દેહની ઉપર આટલી બધી પ્રીતિ રાખી તે અવસરે ચેતના પાસે છે, તે જાણે છે કે મને (ચેતનાને) યાદ ન કરતાં આ આત્મા દેહનેજ પુષ્ટિ આપે છે, છતાં તે ચેતનાએ અવસર આવ્યે આત્માના સર્વ અપરાધ સહન કર્યા, એટલું જ નહીં પણ હળવે હળવે વિવેકને સમાગમ કરાવી આપી, આત્માને અધમ સ્થિતિમાંથી ઉદ્ધાર કરી, તેનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી