________________
પ્રબંધ ચિંતામણિ
[ ૨૫૧ ]
અને પટુતાને પ્રાપ્ત થયેલે હંસરાજા પિતાને સ્વરૂપસ્થિત જોઈને આનંદની ભૂમિકારૂપ (આનંદમય) થયે. એ અવસરે ચેતનાની સાથે હંસરાજાને અવિનાભાવિ સંબંધ (ચેતના વિના હંસરાજા ન હોય અને હંસરાજા વિના ચેતનારાણી ન હોય તે અર્થાત્ કઈ વખત નાશ ન થાય તે સંબંધ) થયેલે જોઈને હંસરાજાના મસ્તક ઉપર દેવોએ ઉંચે પ્રકારે પુષ્પની વૃષ્ટિ કરી; તથા જય જય એવા શબ્દો કરીને અને વસ્ત્રની વૃષ્ટિ કરીને વાજિંત્ર વગાડનારાઓની માફક તે દેએ આકાશમાં હૃદુભી વગાડી. તે અવસરે વજરત્નને મૂળવાળા, મણિરત્નના નાળવાળા અને સુવર્ણ મય પત્રેથી શોભતા ,નિર્મળ દિવ્ય કમળ ઉપર તે હંસ રાજા હંસની માફક બેઠો, એટલે મહાત્મા પુરુષની સેવા કરવાના સ્વભાવવાળા દેવ તે (હંસરાજા)ના મુખરૂપ ચંદ્રની પ્રભાના લાભથી પિતાનાં નેત્રને ચકેરપક્ષીની માફક આચરણ કરાવતા છતા તેની ચારે બાજુ વીંટાઈ વળ્યા અને ‘પૂર્વજોથી ચાલી આવતી પવિત્ર ગંગા પણ આ હંસરાજાની આગળ શું ગણતરીમાં છે?” એ પ્રમાણે બેલનારા બદ્ધિમાન મનુષ્ય પણ તેમની ઉપાસના કરવા લાગ્યા. પછી ઘણે કાળે પ્રાપ્ત થયેલી ચેતનારાણીને સભાને વિષે પણ જુદી ન કરતાં (બીજાઓના) હિતની ઈચ્છાવાળા હંસરાજાએ તેઓને (દેવ અને મનુષ્યની પર્ષદાને) મોક્ષમાર્ગને ઉપદેશ કર્યો (મેક્ષમાર્ગ બતાવ્યો). તે ઉપદેશમાં આ દેહધારી આત્માઓ કર્મવેરીથી કેવી રીતે બંધાય છે અને કેવી રીતે તેનાથી મુક્ત થાય છે તે સર્વ જેમ છે તેમ પ્રગટ કર્યું.