________________
[
પર ]
પ્રબોધ ચિંતામણિ
પછી જે જે ઠેકાણે કર્મરૂપ વૈરીએ ઉત્પન્ન કરેલા કલેશને હંસરાજા સાંભળતે તે તે ઠેકાણે ઈચ્છારૂપ ગમન કરનારે (હંસરાજા) તેને નાશ કરવાની ઈચ્છાથી વિચરતે હતે. તે અવસરે એકતાન થઈને વિવેકે જોયું તો હંસરાજાની અને પિતાના અધિપતિની વસ્તુતત્ત્વથી કાંઈ પણ બિરા તેને દેખાણી નહીં. “હે ગ્રામોધ્યક્ષ! તમને મેં જે આ કથામાં હંસરાજા કહ્યો છે તે હંસરાજા હું છું. હમણાં ધમરૂચિ એવું મારું નામ પ્રચલિત છે અર્થાત્ ધર્મરૂચિ એ નામથી લોકે મને બોલાવે છે. માયાથી મહિત થયેલે. મનથી બંધાયેલે, કુબુદ્ધિથી પ્રેરાયેલે, બુદ્ધિથી ઉપેક્ષા કરાયેલે અને વિવેક વિનાને થયેલે જે હું તેણે નાના પ્રકારનાં રૂપો (દેહ) કરતાં, અનેક પ્રકારનાં નામ ધારણ કરતાં અને અનેક પ્રકારના ભેમાં ભ્રમણ કરતા નાના પ્રકારનાં દુઃખ સહન કર્યા છે, તેમજ મારી મહાન જ્ઞાનની સંપદા દૂર થઈ હતી, જ્ઞાનને આડંબર અસ્ત થયું હતું, પ્રભુત્વપણાથી પતિત થયા હતા અને ડેકાણે ઠેકાણે પરાભવ પામ્યું હતું, પરંતુ યોગ્ય અવસરે પંચપરમેષ્ઠી (અરિ હંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ)ના પ્રસાદથી બળ પ્રાપ્ત કરીને વિવેકે પોતેજ મેહરાજાને યુદ્ધને વિષે માર્યો છે. મહારાજા મરણ પામ્યું છતે અને માયાદિ સ્ત્રીઓ નાશ પામે છતે ચેતનાએ (મારી પૂર્ણ આત્મસત્તાએ) મુખ્ય સ્વરૂપે મને ઓળખાવીને સર્વને સ્વામી કર્યો છે. આ ચેતનાનું ચરિત્ર સંભારી સંભારીને મારું મન વિસ્મય