________________
પ્રબોધ ચિંતામણિ
[૨૭]. મહાન યોદ્ધાઓ કેટલાએક મેહની સેનાના સુભટોને જોઈ
ઈને માર્યા. જેમ સર્પ દેડકીઓને ગળી જાય તેમ સામાયિકાદિ ષટ્રકર્મ (આવશ્યક)માં સમર્થ પુરેહિત મોહની મોટી રેસેનાનું શસણ કર્યું (ભક્ષણ-નાશ કર્યો)) પછી વિવેકના સુભટોએ પ્રયત્નપૂર્વક કલેશરૂપ વૃક્ષના સમસ્ત અંકુરા જ્યાંથી દૂર કરેલા છે એવું ક્ષપકશ્રેણિ નામનું ક્ષેત્ર સંગ્રામને માટે તૈયાર કર્યું. હવે સર્વ સહનતારૂપ શસ્ત્ર ગ્રહણ કરેલ છે જેણે એ શમ નામને સુભટ પૂજન કરવા લાયક અને ઉજ્વળ પ્રસન્નતાને આશ્રય કરીને સંગ્રામ કરવાને માટે ઉ. તેણે અપૂર્વ કરણ નામનું આઠમું ગુણસ્થાનક પામીને તત્કાળ કે નામના સુભટને તર્જન કરી કહ્યું કે “હે મૂઢ! અહીંથી (શીધ્ર) નાસી જા. હવે કોના બળથી તું જીવવાને ઈચછે છે?” (શમનાં આવાં વચન સાંભળી) ક્રોધે પણ પિતાનાં ચાર રૂપ કરીને તેને દેખાડ્યાં. કવિ કહે છે કે “તેઓ (કષાયો) વિદ્યા અને તપની સિદ્ધિ વિના પણ બહુરૂપ કરવાવાળા હોય છે. (તે રૂપનાં નામ બતાવે છે) પહેલે અનંતાનુબંધી (અનંતકાળ પરિભ્રમણ કરાવનાર), બીજો પ્રત્યાખ્યાનાવૃત્તિ [વત પચ્ચખાણને સર્વથા રોકનાર], ત્રીજો અપ્રત્યાખ્યાનક (સર્વથી પ્રત્યાખ્યાન કરવા નહીં દેનાર), એ સંજવલન (યથાખ્યાત ચારિત્રને રેકવાર). તે ક્રોધ શમને કહે છે કે “હે શાંત આત્માવાળા શમ! તું શું કહે છે? દેદીપ્યમાન અગ્નિરૂપ મેં પોતેજ આ વિશ્વને પરાભર કર્યો છે. [મારે બીજાના બળથી જીવવાની જરૂર નથી]. હે રામ! મારૂં પરાક્રમ નું સાંભળ. જેઓ મહા