________________
પ્રબંધ ચિંતામણિ
[ ૨૪૫ ]
કરે છે. હે પુત્ર! તને મેં એકાંતમાં જે શિક્ષા આપી હતી તે અને “તારે જય થાઓ તું જીવતે રહે અને ઘણા કાળ રાજ્ય કર ” એ આશિર્વાદ પણ સઘળા ફળીભૂત થયા છે જેમ દેદિપ્યમાન નાયકવડે સેના અને સાથે સનાથ થાય છે તેમ હે પુત્ર! તે એકલે આ આપણું કુળ સનાથતાને પમાડ્યું છે.”
આ પ્રમાણે માતાની વાણી સાંભળતાં અને યુદ્ધ કરવાની ભૂમિ તરફ જતાં વિવેકે મેહના સમુદાયમાં એક પિતાના પિતા (મનપ્રધાન)નેજ જીવતે દીઠો. તેને અતિ દુર્બળ થયેલે જોઈને ઉલ્લાસિત કપાવાળે વિવેક તેને કહેવા લાગ્યો કે “હે પિતાજી! મેં મેહને માથે છતે તમે આ પ્રમાણે શામાટે ખેદ કરે છે ? હે પિતાજી! આ મેહ સમગ્ર શત્રુઓમાં મુખ્ય હતું, પ્રાણીઓને કલેશ કરાવનાર તે જ હતે અને ત્રણ ભુવનના લોકેને પાપના અભ્યાસની કળા શીખડાવનાર ગુરુ પણ તેજ હતે. જુઓ ! મેહને વશ થયેલા છે નિરપરાધી જીવને હણે છે, અસત્ય વચન બોલે છે, ચેરી કરવામાં આસક્ત થાય છે, પરસ્ત્રીની સ્તવના કરે છે, ચાડીનું આલંબન કરે છે, મિત્રને દ્રોહ કરે છે, સ્વામીને ત્યાગ કરે છે, માંસનું પક્ષનું કરે છે, મદિરા પીએ છે, અન્યાય કરે છે અને બળ પુરુષની સાથે રમે છે. મેહના ઉદયથી સર્વ નરકને વિષે અનંતીવાર નાના પ્રકારની વેદના પામે છે. પશુપણાને વિષે સુધા, તૃષા, ભારનું વહન કરવું, વધ, બંધન, માર આદિ વિપદાના સમૂહને પામે