________________
પ્રબોધ ચિંતામણિ
[૨૩૩] પણું) દેખાડ્યું. જેમ કાષ્ઠથી અગ્નિ વધારે પ્રદીપ્ત થાય તેમ પિતાના સૈન્યમાં શત્રુઓએ કરેલા અતિ ઉપદ્રવને જોઈને મહારાજા કોધથી વધારે પ્રદીપ્ત થયો, અને દુઃખથી દગ્ધાત્માવાળે તે વિચાર કરવા લાગ્યું કે “અરે ! દુકાળમાંથી આવેલા મનુષ્યની માફક વિવેકના સૈનિકોએ મારા સર્વ સૈન્યનું ભક્ષણ કર્યું" (નાશ કર્યો). અરે ! જે દેવે મને આટલે બધે પરિવાર મેળવી આપીને પાછે વિયેગ પમાડે તેને જે હું દેખું તે પહેલાં તે તે જ નાશ કરું. અરે વિધાત્રાને ધિકકાર હે! કે જે વિવેકને મેં બાલ્યાવસ્થામાં કમળ, ઠંડે અને આળસુ દીઠો હતો તેના સેવકે આજે મારા સૈન્યને નાશ કરે છે! બાલ્યાવસ્થામાં વિવેકને આવી (આળસુ આદિ પ્રકૃતિવાળે જાણીને મારા શૂરવીર સુભટો અવજ્ઞા કરીને (તેના તરફથી નિર્ભયતા જાણીને ઉપેક્ષા કરીને) બેસી રહ્યા. જે તે વખતે જ તેઓ તેને મારવાને તૈયાર થયા હતા તે આજે મારી સર્વ સેનાને જીતવાવાળે વિવેક તે વખતે તેઓને જીતી શકત નહીં. (આ યુદ્ધમાંથી) મારા સુભટોમાને કઈ પણ (સેવક) સુભટ નાસી ગયે નથી તે તેઓએ ઘણું સારું કર્યું છે, કેમકે યુદ્ધમાં વીર પુરુષની વિજ્ય અગર મરણ એ બેજ ગતિ છે. હું યુદ્ધ કરતાં કેઈ વખત પણ બીજાની સહાયની પ્રાર્થના કરીશ નહીં. કેમકે શું સૂર્ય બીજાના બળવડે અંધકારને નાશ કરે છે? નહીં, પિતાના બળ વડે જ નાશ કરે છે.)” આ નિશ્ચય કરીને નેત્રના રક્તપણથી પ્રગટ મત્સરવાળે, નાના પ્રકારના આયુધથી થતા ઉલ્લાસ વડે હજાર