________________
પ્રબંધ ચિંતામણિ
|
૨૪૧ ]
હેમવાના બકરાને જીવતે રહેલે સહન કરી શકતો નથી તેમ હું તને જીવતે રહેલે સહન કરૂં તેમ મેથી. હે હિ! પુત્ર હોય કે ભાઈ હા–પિતાના ગોત્રને હેય કે મિર હોય-તે પણ દુષ્કર્મ કરવાવાળાને નાશ કરેજ, આવી રીતિ સર્વ રાજાઓની છે. આ તારી માતા–આ તારે પિતા–અને આ તારી નજીક હેલા તારા પુત્ર– પ્રફુલ્લ નેત્રવાળા છતા સર્વે તને જુએ છે, પણ મૃત્યુથી કઈ તારો ચાવ કરતા નથી. તારે વધ કરવામાં હું તે કેવળ સાક્ષીમાત્રજ છું, બાકી તે પરિપકવ થયેલાં તારાં પાપજ તને મરણ દેવાવાળાં છે.” આ પ્રમાણે કહીને મેહની સુષ્ટિ આદિની તાડનાને રોકીને જેમ પરશુ (કુહાડા) વડે વૃક્ષને નાશ કરે તેમ બ્રહ્માસ્ત્ર (જ્ઞાનશસ્ત્ર) વડે વિવેકે મોહને નાશ કર્યો (મારી નાખ્યા.
મેહને મૂકવાને અસમર્થ એવા જ્ઞાનાવરણ અને દશનાવરણી આદિ જે મેહરા સેવકે હતા તેઓ પણ મહના મરણના દુઃખથી તેજ અવસરે મરણ પામ્યા. મેહની માતા માયા પોતાના વ્હાલા પુત્રની આવી દશાને જોઈને જેમ ઉધહી લાગેલી વેલી ક્ષણવારમાં ઉભીને ઉભી સુકાઈ જાય તેમ તે ક્ષણવારમાં ઉભીને ઉભી સુકાઈ ગઈ (નાશ પામી). જેમ વૃક્ષ છેદાયાથી તેને આધારે રહેલી વેલી નીચે પડે છે તેમ પોતખ્તા પ્રાણથી પણ પ્રિય સ્વામીને મરણ પામેલા જોઈને જડતા (મેહની રાણી) પૃથ્વી ઉપર પડી ગઈ.