________________
પ્રત્યેાધ ચિંતામણિ
[ ૨૩૯ ]
પાંડવે
(નાટક) વડે પેાતાના ભાઇઓને પણ હણનારા જે તે તને વલ્લભ હતા પણ તેઓ તત્ત્વને જાણીને તારાથી વિરક્ત થઈ, મને પ્રસન્ન કરીને અવિનાશી આવાસને પ્રાપ્ત થયા. જેણે સ્ત્રી, બ્રાહ્મણ, બાળક અને ગાયના વધવડે તારી સેનાનું આગેવાનપણું મેળવ્યું હતુ તે નરકના અતિથિ થવાવાળા દૃઢપ્રહારીને હું મેક્ષમાં લઇ ગયા. સુસમા નામની કન્યાનું મસ્તક છેઢવાવાળા અને કૃતાંત (યમ)ની માફ્ક ક્રૂર સ્વભાવવાળા જેણે (ચિલાતીપુત્રે) એક તારાજ આશ્રય લીધા હતા તે ચિલાતીપુત્ર શમતાના સમુદ્રરૂપ મુનિની સહાયથી મને પ્રાપ્ત થઇને (મારા આશ્રય લઇને). દેવલાકમાં ગયા. હું મા ! ‘શસ્ત્ર અથવા અસ્ત્ર ( ફેંકવા લાયક બાણુ વિગેરે) કોઇપણ મને મારવાને સમર્થ નથી.’ આ પ્રમાણે તે કહ્યું તે તારૂ કહેવું ખેાટું નથી. વળી સાચી વાત કોના હૃદયને વિષે ન વસે (બેસે) ? પણ હે ભાઈ ! આ પણ હુ સાથે કહું છું કે મદપૂર્વક મારા આશ્રયથી ઉત્પન્ન થયેલું અતિશે ખળ એનુ છે તેઓની પાસે તુ તૃણ તુલ્ય છે. આ વાત પણ ખેાટી નથી. હું મેહ ! તારા સૈન્યમાં જે કેટલાક મુખથી વર્ણવી ન શકાય તેવા ખળવાન સુભટા હતા તે સર્વેને તારી નજરે મારી સેનાના સુભટોએ યુદ્ધમાં હણી નાખ્યા છે, તે હવે તું છાલ ઉતારી નાખેલા વૃક્ષની માફક પેાતાની મેળેજ વેગથી સૂકાઈ જઈશ; કેમકે તુટી ગયેલી પાળવાળા સરોવરને વિષે પાણી ઘણેા લત રહેતું નથી. હે માહ! જર્જરિત થયેલા અને જરા (ઘડપણ)થી હણાયેલા તને હુવામાં પણ મને યા નથી,
.MAN