________________
[૨૩૬]
પ્રબોધ ચિંતામણિ
જરા પણ બળવાન નથી. નાના પ્રકારના સંગ્રામમાં અથડાવાથી કઠણ શરીરવાળો થયેલે હું કયાં અને સંગ્રામના પ્રયાસને નહીં દેખેલ એ તેમજ કેમલ શરીરવાળે તું કયાં ! અરે વિવેક! પહેલાં તારા ઘણું સેવકને મેં પરાભવિત કર્યા છે તે વાત કહેવાથી તું દુઃખી થઈશ અથવા તને દુઃખી કરવા સિવાય મારે બીજું શું પ્રયોજન છે? (તેજ પ્રયજન છે. સાંભળ, તારે વિષે એક બુદ્ધિ (નિષ્ઠા) વાળા પહેલા ચકવતી (ભરતીના પુત્ર વીર મરીચિને તું નાયક જીવતે છતે મેં બળથી બાંધી લીધું અને તેને ઘણા એમ ભવને વિષે કેડીકેડ સાગરોપમ સુધી ભમાવ્યો જે કંડરિક મુનિ તારા સૈન્યના સમૂહને આગેવાન હતો તેને પણ જીવ્હાઇદ્રિય (રસ સ્વાદમાં આસક્તિ) નામના મારા સેવકે મજબુતીથી બાંધી લઈને એક ક્ષણવારમાં સાતમી નરકરૂપ કૂવામાં ફેદી દીધો. મહાબલી અને બાહુબલી નામના રાજાઓ જે તારા ભક્તો હતા તેઓમાંના એક (મહાબલ)ને મારા (માયા) સૈનિકે સ્ત્રીનો વેશ લેવરા (સ્ત્રીલિંગ બંધાવી મલ્લીનાથના ભવમાં ઉદય આપ્યું), અને બીજાને (બાહુબળી ) એક વર્ષ પર્યત ઉભા ઉભા જ તંભિત કર્યો. તારા સમ્યગદષ્ટિ પ્રધાનશ્રી આશ્રિત કરાયેલા જે સત્યકિ અને શ્રેણિક પ્રમુખ રાજાઓ દુનિયામાં પ્રખ્યાતી પામેલ હતા તેઓને મારી અવિરત નામની સ્ત્રીએ જ રેકીને નિવાસને માટે નરકમાં પહોંચાડ્યા. તું હાથમાં શસ્ત્ર ધારણ કરે છે તેથી સુભટો તારા ઉપર દુર્ગચ્છા ધારણ કરતા નથી, પણ તું મારી સાથે સ્પર્ધા (હરીફાઈ) કરે છે તેથી