________________
[ ૨૩૦ ]
પ્રબંધ ચિંતામણિ
સંગ્રામમાં પાડ્યા. તે વખતે અનિવાર્ય પરાક્રમવાળા શમાદિ વીરપુરુએ કેધાદિ શત્રુઓના વચલા બબે રૂપ (અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની ક્રોધ, માન ને માયા)ને હણી નાખ્યા. હવે યુદ્ધ કરવાને માટે તૈયાર થતા કામને જોઈને ભવવિરાગ નામને અતિ નિષ્ફર સુભટ તેના સન્મુખ દોડયે. અનિત્ય ભાવરૂપ (આ સર્વ પર્યાય નિત્ય નથી તદ્રુપ) ભાલાવાળા, સર્વ વસ્તુના ત્યાગ કરવા રૂપ (અથવા મુનિ પણ રૂપ હાથીના વાહનવાળા અને કેપથી હેડ કંપાવતા તે ભવવિરાગને આવતે જોઈને પ્રફુલ્લિત થયેલે સમર (કામ) તેને કહેવા લાગ્યું કે “હે તુચ્છ બુદ્ધિવાળા ભવવિરાગ! તું મારી સન્મુખ ચાલ્યો આવે છે પણ હું વિષયાયુધવાળા સુભટ છું તેને શું તું જાણતો નથી ? પાંખવાળા સર્ષની સાદશ્યતાવાળા આ મારાં બાણ શત્રુઓના પ્રાણને ભેદવાવાળાં છે, સ્ત્રી નામના જે મારા યુદ્ધાઓ અહીં છે અને અભિલાષા નામનાં જે તેનાં બાણે છે તેઓ (બાણ) પરાક્રમવડે અંતરમાં વજીના બખતરને ધારણ કરતા છતા ઇંદ્રના હદયને પણ નિચે ભેદી નાખે છે. જે પહેલાં જયયાત્રા કરવાને નીકળેલા તે તારા પિતા [વિવેકીને નાસી જવાની કળા મેં શીખવાડી હતી તે કળા પુત્રપણાએ (પુત્રના સ્નેહથી) શું હજુ સુધી તેણે તને આપી નથી કે જેથી તું અહીં [મારી સન્મુખ આવ્યું છે? દૈવને ધિક્કાર થાઓ ! કારણ કે તું એક બાળક આજે મારી સામે યુદ્ધ કરવાને આવા છે.” [ કવિ કહે છે કે ] આવી અહંકાયુક્ત વાણીથી કામે કોને કંપાવ્યા નથી? [ આ પ્રમાણે બેસીને ]