________________
[ ૨૦૪ ]
પ્રબોધ ચિંતામણિ
અધ્યવસાયવાળા સંધિપાલકો (સલાડ કરાવી આપનારા) વિવેકરાજાની પાસે આવીને વિનંતિ કરવા લાગ્યા કે “હે સ્વામી વિવેક ! અમે પાણીની માફક કેઈન પણ નિત્યના સેવક નથી. જ્યારે અમે જેને આશ્રય કરીએ છીએ ત્યારે અમે વૃક્ષની માફક તેની વૃદ્ધિ કરીએ છીએ. તેટલા માટે હિતકારી આશયથી અમે તમને કહીએ છીએ કે જે કે હમણું તમે સ્વામીની માફક આચરણ કરો છે તોપણ મેહરાજાની અવજ્ઞા કરવી તમને લાયક નથી.
(સંધિપાસે મેહનું વર્ણન કરે છે કે, આ મેહરાજી ઘણું કાળને જૂને છે. અનેક સૈન્યથી નિષ્પન્ન સાહસવાળે છે. જેમ વડનું વૃક્ષ પાંદડાથી ચારે બાજુ વીંટાએલું હોય છે તેમ તે પુત્રોથી ચોતરફ વિટાએલ છે. ખીલેલાં કમલેથી જેમ નાનું તળાવ પરિપૂર્ણ હોય છે તેમ તે ખજા. નાથી પરિપૂર્ણ છે. વળી સૌભાગ્યથી મનોહર, શૂરવીર, સમગ્ર કર્મને સાક્ષી, પ્રતાપથી દિચકને દબાવનાર અને ઈંદ્ર તથા ચકવતીથી નમસ્કાર કરાયેલ છે. માટે હે પુણ્યવાન્ વિવેક ! આ મેહરાજાની સાથે યુદ્ધ કરવું તમને યુક્ત નથી. જો તમે એક મેહને માનતા નથી તો તેથી મેહને શી ન્યૂનતા છે? (માનસરોવરમાં રહેતા) હંસને જો કે વરસાદ માનનિક નથી તે પણ તે વરસાદ આખા જગતને તે પ્રિય છે. માટે જે માણસ ઘણુને પ્રિય હોય તેની સાથે વિરોધ કરવો તે સુખદાયી ન હોય. જુઓ! અનાજ આખા જગતને પ્રિય છે તો તેને વિષે અરુચિથી શું મરણ થતું નથી? અમે ઈચ્છાનુસાર ચાલનારા હોવાથી