________________
પ્રબંધ ચિંતામણિ
[ ૨૧૩ ] સેવકે આળસ કરે તો પાપને બીજરૂપ આશાતના થાય, તેટલા માટે અમે કાંઈક કહીએ છીએ. (ભવવિરાગ પિતાનું સામર્થ્ય બતાવે છે) “હે સ્વામી! ભવાવર્ત (ભમાં ફરવા) રૂપ ખાડામાંથી કુક્ષ પ્રમાણ (મનુષ્યક્ષેત્ર પ્રમાણ ક્ષેત્રમાં રહેલા) ભક્તજનોને અનેક પ્રકારનાં નાનાં રૂપ કરીને (અનેક નિમિત્તરૂપે સહાયકારી થઈને) ઉદ્ધાર કરવામાં હું સમર્થ છું. મહાન દુઃખના હેતુભૂત ચળ અને અચળ વસ્તુ (સ્થાવર અને જંગમ અથવા જીવ અને અજીવ ને વિષે જીને વિપરીતપણે જે બુદ્ધિ વર્તે છે તેને છેદવાને હું સમર્થ છું. શ્રેત્રે દિયાદિના રૂપ સેવકે મારે અંતરંગ પરિ વાર છે અને કરકંડુઆદિ રાજાઓ અનેક પ્રકારનો બહિરંગ પરિવાર છે. હું દેશવિરતિ આદિ (પાંચમા ગુણઠાણાદિ) ગુણસ્થાનકની ભૂમિકા પામીને યુદ્ધ કરવાનો અવસરે નિચે તમારી આગળ શત્રુને સંહાર કરવાને ઉભો રહીશ.”
હવે ખેદ રહિત સંવેગ અને નિર્વેદ વિવેકરાજાને કહે છે કે “હે દેવ ! (ભવ્ય જીવ પ્રત્યેની મેહને સ્નેહ દૂર કરવાને અમે સમર્થ છીએ. યથાર્થ જ્ઞાન (સંસારથી ઉદાસીનતા) અહિંસા અને અદ્રોહ પ્રમુખ અમારે અંતરંગ પરિવાર છે, અને યુધિષ્ઠિર આદિ રાજાઓ અવસર મેળવીને અમને ભજે છે (તે બહિરંગ પરિવાર છે). અપ્રમત્ત નામના સાતમા ગુણસ્થાનકથી ઉસ્થાનિકા (જાગૃતિ) કરીને હળવે હળવે વધને ઉચિત એવા રાગોષને નામ માત્ર બાકી રહે એવા અમે કરીશું.” આ પ્રમાણે વિવેકરાજાના ત્રણ પુત્રોએ પ્રગટપણે પિતાનું બળ કહી બતાવ્યા