________________
પ્રબંધ ચિંતામણિ
[૨૧] પ્રમાણે મહાત્મા વિવેકનો નિશ્ચય સાંભળીને સંધિપાલકે સંધિ કર્યા સિવાય જેમ આવ્યા હતા તેમ પાછા ગયા.
હવે પ્રતિક્ષણે ઉલ્લાસ પામતી રણસંગ્રામની આશાથી દૈવસ્વર શરીરવાળે વિવેકરાજા ધીરતાવાળી વાણીથી સૈન્યના લેકેને કહેવા લાગ્યો કે હે સેના૨ લેકે ! આપણને મેહની સાથેનું યુદ્ધ નજીક પ્રાપ્ત થયું છે. પરંતુ યુદ્ધજ શૂરવીર પુરુષના સત્ત્વની કસોટી છે. તમારા જેવા સહાય કરનારાના બળથી જ આ યુદ્ધનું કામ મેં આવ્યું છે. જે સહાય કરનારની જરૂર ન હોત તો તે મેહ અને હું વિવેક આટલે વખત શા માટે વિલંબ કરત? અર્થાત્ આ યુદ્ધમાં સહાય કરનારની અપેક્ષા હોવાથી જ વિલંબ થયે છે.) જે ઉત્સવ (આનંદ) વીર પુરુષને રણસંગ્રામરૂપ વેદિક ચિારીની અંદર જયલક્ષ્મી વરવામાં થાય છે તે ઉત્સવ (આનંદ) તેઓને સુંદર, પવિત્ર કન્યાના લગ્નમાં
તે નથી. યુદ્ધને વિષે જેવી વીર પુરુષના શરીરની શોભા શસ્ત્રના ઘાતથી ઝરતા રૂધિરના પ્રવાહથી થાય છે તેવી શેભા ચંદનરસનાં વિલેપનથી થતી નથી. સંગ્રામને વિષે બળવાન પુરુષનું મન સન્મુખ આવતા શસ્ત્રના પ્રહારથી જેવું પ્રમુદિત થાય છે તેવું તેઓનું મન હાર, અર્ધહાર અને કેયુરથી પ્રમુદિત થતું નથી. બળવાન પુરુષો સંગ્રામ કરતાં બીજું કઈ મેટું તીર્થ કહેતા નથી, કેમકે સંગ્રામમાં અધિક પરામવાળા પુરુષે મરણ પામીને પણ દેવપણે ઉત્પન્ન થાય છે. જેમ વમમાં પ્રવેશ કરતા હાથીઓને વેલણ રોકી શકતા નથી, તેમ સ્ત્રી. હાથી અને રાજ્યલક્ષ્મીની