________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૨૧ ] કહેવા લાગ્યું કે “હે સ્વામી! ભયરૂપ દેખાતે હું પ્રલયકાળના અગ્નિ જેવો છું. મારી તીવ્રતાવાળી દૃષ્ટિની આગળ કેઈપણ રહેવાને (ટકવાને) સમર્થ નથી. મત્સર, અમર્ષ, પૈશુન્ય (ચાડી), મર્મભાષણ, ચપળતા, વિગ્રહ, આક્રોશ અને નિરનુકેશ (ઘાતકીપણું) વિગેરે મારા નિત્યના (અંતરંગ) સેવકે છે, અને ચંડકૌશિક ઋષિ, કૂળવાલમુનિ, કમઠ (મેઘમાળી,) દુર્યોધન, સંગમદેવ અને પાલક પુહિતાદિ મારી પાછળ ચાલનારા અનેક બાહ્ય સેવકે છે.”
મિથ્યાદર્શન નામનો પ્રધાન કહે છે કે હે સ્વામી ! આ ત્રણ જગતના લોકોને ભવરૂપ આવ (ખાડા) માં હું એવી રીતે નાખું છું કે તેમાંથી અનંતકાળે પણ તેઓ નીકળી શકતા નથી. આ ત્રણ જગતમાં એવી કઈ જાતિ નથી. એવી કઈ યોનિ નથી અને એવું કે સ્થાન નથી કે જેને વિષે મેં વિમોહિત કરેલ છવ નિરંતર પરિ ભ્રમણ કરતા નથી. (અર્થાત્ મેં વિહિત કરેલે જીવ સર્વ નિને વિષે પરિભ્રમણ કરે છે). કુદેવ (જેમાં દેવપણું ન હોય છતાં દેવપણું ધરાવવું તે, તેવી જ રીતે કુગુરુ આદિમાં સમજવું), કુગુરુ, ધર્મ–પર્વ અને વ્રતના વિપરીત ભાવ, ધર્મ ઉપર દ્વેષ અને બીજાની નિંદા–આ સર્વ નિરંતર મારી પાછળ ચાલનારો મારો અંતરંગ પરિવાર છે; અને પર્વત નામને બ્રાહ્મણપુત્ર, સાત નિન્હવ (ભગવાનના એક એક વચનના ઉત્થાપક), કપિલ, પાળક, વસુરાજા અને સર્વે અનાર્યો મને નિરંતર સેવે છે તે મારા બાહ્ય પર્ષદાના