________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૧૯ ] લાગ્યું કે “હે પિતાજી? તમે અમારું બળ જણાવવાને માટે આજ્ઞા આપે છે તે જેમ છે તેમ હું કાંઈક કહું છું. શત્રુના આ સર્વે સુભટો મને જોઈને અવશ્ય ત્રાસ પામશે, કેમકે દાવાનળ દીપ્ત થયે છતે ઘાસને ઢગલે બીજા અરણ્યમાં જઈ શકતું નથી. આષાઢાભૂતિ મુનિ, નંદિષેણજી, આદ્રકુમાર, નેમનાથ જિનેશ્વરને નાનો ભાઈ (રહનેમી) અને કુળવ લકમુનિ એ આદિ પણ મારો પ્રભાવ જાણે છે તો બીજા સામાન્ય મનુષ્યરૂપ કીડાઓ તે શું ગણતરીમાં છે? આ વિવેક જે એકવાર નાસી ગયે હતું અને ફરી પાછા આવ્યો છે તે મારી શક્તિને જાણતા નથી, અથવા મરણ નજીક આવેલા મનુષ્યની બુદ્ધિ વિપરીત થઈ જાય છે. તાંબૂળ, પુષ્પ, વર્ષાકાળ, હાસ્ય, શૃંગાર, મૈથુન, એકાંત, વનના ભાગે, સ્નાન અને સ્વાદિષ્ટ આહાર પ્રમુખ મારા પ્રીતિવાળા અંતરંગ સુંભ કુરાયમાન થઈ રહેલા છે; અને ચંડપ્રદ્યોત, ગર્દભિલ્લ, કમઠ, વિક્રમરાજા મધુરાજા અને મણિરથાદિ મારી પાછળ ચાલનારા ઘણા સુભટો મારા બહિરંગ પરિવારમાં છે.”
રાગ કહે છે કે “હે દેવ! હું જગતને આંધળું કરવામાં સમર્થ છું. હું કામને અને કામ મને એમ અન્ય એક બીજાને અમે સહાય આપનારા છીએ.
(રાગ જગતને આંધળું કેવી રીતે કરે છે તે બતાવે છે)–વિકસ્વર થયેલું કમળ ક્યાં અને ચીપડાદિથી ભરેલા સ્ત્રીઓનાં નેત્ર કયાં, શરદ ત્રાતુનું ચંદ્રમંડળ કયાં અને