________________
[ ૨૧૦ ].
પ્રબોધ ચિંતામણિ ઉદાયીરાજાને મારવાવાળા વિનયરભાદિ અને લેભથી સુભૂમ ચકવર્યાદિ નાશ પામ્યા છે. વળી પ્રમાદથી કંડરીકાદિક, કામથી ચંડપ્રોતાદિક, રાગથી વિક્રમ સરખા અને દ્વેષથી કેણિકાદિ અનેક પ્રકારની પીડા પામ્યા છે. તેમજ વ્યસન (જુગારાદિ)થી મૂળદેવાદિ, મિથ્યાત્વથી કપિલાદિ અને પાખંડિએના સંસ્તવ [પરિચયથી ચારૂદત્તાદિક સુખથી ભ્રષ્ટ થયા છે. કારણ વિનાને શત્રુ આ મહરાજા જગતના જીવોની કદર્થના કરતે છતે હું બળવાન અને સૈન્ય સહિત છતાં તેને વિષે ઉદાસીન થઈને કેમ બેસી રહું? [અર્થાત્ હવે તે હું મોહની ખબર લેવાને જ મારાસૈન્યમાં અનેક શૂરવીર સુભટો હોવા છતાં પણ હે સંધિપાલકે! તમે કહે કે શું મારા કેઈ પણ સુભટે કઈ પણ કાળે કેઈપણ કારણથી કેઈ પણ માણસને કલેશ પમાડય છે? “ધર્મથી જય અને પાપથી ક્ષય” એ વાણી જે સાચી હોય તે સપુરુષને દ્રોહ કરવામાં ઉત્સુક મેહને હું નિચે જીતીશ જન્મથી માંડીને આ મેહથી થતા જે મહાન પરાભવા અમોએ સહન કર્યા છે તેજ પરાભવે આજે તેનું ઉન્મેલન કરવાને સહાયકારી થયા છે. આ પ્રમાણે મને સાર પરિવાર મળે છે છતાં જે હું રણમાં શત્રુનું ચૂર્ણ કર્યા સિવાય હવે જીવું તે શું તેથી હું લજજા ન પામું ?” આ
૧ આ અને ત્યાર પછીના પ્રબંધ નેમિચરિત્ર, ઉપદેશમાળા, ઉપદેશચિંતામણું, જ્ઞાતાસૂત્ર, ભરહેમરાત્તિ અને વિક્રમચરિત્રાદિથી જાણ દેવા.