________________
પ્રત્યેાધ ચિંતામણિ
[ ૨૧૫ ] પરાક્રમથી તત્કાળ નેતરની માફક હું નમાવું છું. (આત્મિક બેધ થવા અથવા સશય દૂર કરવા) પ્રશ્ન પૂછવા, પ્રણામ કરવા અને (ગુણી મનુષ્યાનુ) સન્માન કરવું એ આદિ મારે અંતરગ પરીવાર છે અને અભયકુમાર તથા ઈંદ્રભૂતિઆદિ સુભટો મને અહુ માને છે (સેવે છે તે મારા અહિર ગ પરીવાર છે). અનિવૃત્તિ નામના નવમા ગુણસ્થાનકે હું વેગથી ઉદ્યમવાન થયે છતે અહંકાર એક હુકાર માત્ર કરવાને પણ સમર્થ થશે નહીં.”
66
આ વ નામના સામંત કહે છે કે હે દેવ ! ઇષ્ટ જીવાના વિષમ (વાંકા) મનને પણ એક ક્ષણમાં સરલ સીધાં કરવાને હું સમર્થ છું. સરલ આલાપ ( સરલપણે વાતચિત કરવી તે), વિશ્વાસ અને વિશ્વને વલ્લભપણા સરખા અનેક અંતરંગ સુભટો મારી પા.. છે કે એ મારા જીવવાથી જ જીવે છે. રાજાએ પૂછ્યું તે જેવી વાત હતી તેવી જ વાત તેની આગળ પ્રગટ કરનાર ક્ષુલ્લક કુમારાદિ મારા હિરંગ સેવકો છે. અનિવૃત્તિ નામના નવમા ગુણુસ્થાનકે સંગ્રામ કરવાની દીક્ષાએ દીક્ષિત અને ઉદ્યમવાન થયેલા એવા જે હું તેની આગળ દંભ શું કરશે ? (અર્થાત્ કાંઇ કરી શકવાના નથી.)”
સાષ કહે છે કે હે સ્વામી ! ઉંડી,મેટી અને અખડિત વિસ્તારવાળી તૃષ્ણારૂપ નદીને શેષવી નાખવાને હું સમ છું. સમાધિ, ધૈર્ય અને મધુરતા એ મારો શ્રેષ્ઠ અંતરંગ પરિવાર છે અને અતિમુક્તકુમાર તથા કપિલાદિ સુભટ ભક્તિપૂર્ણાંક મને સેવે છે (તે બહિરંગ પિરવાર છે). નવમા અને