________________
પ્રબંધ ચિંતામમિ
j ૧૭૫ ] યથી મિથ્યાત્વ પમાડ્યું (અર્થાત્ બાહ્યથી ક્રિયા આચાર વિગેરે સાધુઓના પાળે છે પણ આંતરથી સ્વ વા પર ગ૭ ઉપર મત્સર (શ્રેષ) ધરાવતા હોવાથી અને વર્ષ પર્યત પાછા ન ઓસરવાથી નિશ્ચયનયથી તેઓ મિથ્યાત્વી છે). કેટલાએક નિગ્રંથ (સાધુઓ) મેહરહિત જિનશાસન પાપે છતે તેઓને તેણે શિષ્ય, શ્રાવક, ઉપધિ, ક્ષેત્ર અને ઉપાશ્રયના મોહમાં લીન કરીને વિડંબિત ક્ય. મિથ્યાત્વીએના મહત્ત્વને દૂર કરવાને શક્તિ વિનાના લિધારીઓ (સાધુઓ) ને તેણે સ્વમી સાધુઓની પ્રખ્યાતિ (ચડતી)ના દ્વેષી કર્યા. (અર્થાત્ જ્યારે મિથ્યાત્વીઓના મતને દૂર કરવાની શક્તિ ન રહી ત્યારે આપસમાં એક બીજાની ચડતી જોઈ સહન ન કરી શકવાથી વાદવિવાદ કરી આપસમાં દ્રષી બન્યા). કેટલાક વ્રતધારીઓને સાવદ્ય (સદોષ–સચિત્ત આહાર કરવાવાળા, શૌચતાને કહેવાવાળા, હઠના કરવાવાળા, ગુણ વિનાના ગુરુને માનવાવાળા, કર્મ માર્ગના ઉપદેશક અને વૈદક જ્યોતિષ પ્રમુખ ગ્રંથેથી પ્રાયઃ ધન ઉત્પન્ન કરવામાં તત્પર આવી બ્રાહ્મણની ચેષ્ટા કરવાનું તેણે શીખવ્યું અને કેટલાકને (ગૃહસ્થીઓને) ઘેર જઈને, મીઠાં વચને બોલીને અને (પુસ્તકાદિ) લખીને આજીવિકા કરવાવાળા કર્યા, એટલે કેટલાક સાધુઓને તેણે હાથીની માફક આજીવિકાનો ત્યાગ કરાવીને કુતરાની માફક આજીવિકા ગ્રહણ કરાવી. વળી કેટલાએક સાધુઓને તેણે વિકથા કરીને મનુષ્યના અપવાદ બોલતા, વાર્તાવડે દેશના આપતા અને ગાથા દેધક વિગેરેથી આગમને અભ્યાસ કરતાં શીખવ્યું.