________________
[ ૧૮૬ ]
પ્રબોધ ચિંતામણિ વીરચર્યા (વીરપુરુષોને ઉચિત આચરણ) ઉતાવળથી દેખાડીને આ સંયમશ્રીનું પાણિગ્રહણ કર. આ સંયમી શ્રી વીરકુળમાં પેદા થયેલી છે, પિતે વર (વિકટ) વ્રતોને આશ્રયે રહેલી છે અને વીર પુરુષને જ વરવાની ઈચ્છાવાળી છે; કાયર પુરુષને વિષે તે રષ (ગુસ્સો કરવાવાળી છે. આની સાથે વિવાહ કર્યો છતે મહાન જ્ઞાન ઉલ્લાસ (વૃદ્ધિ) પામે છે. કેમકે બીજી સ્ત્રીઓની માફક આ સ્ત્રી બુદ્ધિ અને જ્ઞાનની વિરોધી નથી. બીજી સ્ત્રીઓ (સંસારી સ્ત્રીઓની આસક્તિથી વશ થયેલા દેવે પણ દૂર થઈ જાય છે, અને આ સંયમશ્રીની સંગતિને ઈચ્છાવાળા મનુષ્યના ચરણ તે ઇદ્રો પણ સેવે છે. પ્રાયે સ્ત્રીઓ રસ્તામાં પુરુષોને પગબંધનનું કારણ છે; પણ આ સંયમશ્રીમાં આસક્ત થયેલ માણસ તે મેક્ષને પણ ઘરના આંગણાની માફકજ ‘માને છે. મનુષ્યને આજીવિકાને અર્થે સ્ત્રીઓ કલેશનું કારણ થઈ પડે છે અને આ સંયમશ્રીને તે બાહ્યવૃત્તિથી (અંતરંગ શ્રદ્ધા વિના) પણ અંગીકાર કરાય તો તેની (અંગીકાર કરનારની) તે (આજીવિકાની) ચિંતા તે દૂરજ થાય છે. પ્રાયે સ્ત્રીઓને યુવાન સ્વામીજ સારો લાગે છે, અને આ (સંયમશ્રી) તે ઉલટી વૃદ્ધ સાધુઓને વિષે પ્રીતિ ધારણ કરે છે. બીજબુદ્ધિ આદિ લબ્ધિઓ અને અણિમાદિ સિદ્ધિઓ મનુષ્યને આ (સંયમશ્રી)ના પ્રસાદથી પિતાની મેળેજ પ્રગટ થાય છે. જેમ મેતીની પંક્તિમાં મુકેલ કાચમણિ પણ મરકત મણિની માફક આચરણ કરે છે ? છે), તેમ આની સાથે મળી જવાથી દોષ પણ ગુણની