________________
[ ૧૯૬ ]
પ્રબોધ ચિંતામણિ
ત્રણ ભુવનના સ્વામીની આ પ્રમાણેની હિતશિક્ષા સાંભળી તેમની આજ્ઞા લઈને વિવેકે પિતાની સ્ત્રીઓ ને કહ્યું કે “હે પ્રિયે! અમે સંગ્રામમાં જઈએ છીએ, તમે શું કરશે?” તે સ્ત્રીઓ કહે છે કે “હે પ્રિય! તમારા પ્રશ્નને આ પ્રયાસ નકામે છે. કેમકે તમારા વિના અમે કેઈપણ ઠેકાણે રહેતી જ નથી, કદાચ કોઈ ઠેકાણે એકલી રહી છે તે તત્કાળ અમે મરણ પામીએ છીએ (અર્થાત્ વિવેક વિના તસ્વરૂચિ અને સંયમશ્રી કેઈપણ ઠેકાણે હતી જ નથી.) હે સ્વામી! જે સ્ત્રી શત્રુને પરાભવ કરવાને અસમર્થ હોય તેને યુદ્ધમાં સાથે ન લેવી તે એગ્ય છે, પણ અમે તે શત્રુની સેનાને તૃણની ઉપમાવાળી સેના માનીએ છીએ (અર્થાત્ અમારી આગળ શત્રુની સેના તૃણ બરાબર છે).”
•. આ પ્રમાણે તે સ્ત્રીઓનાં સાહસિક વચને સાંભળીને વિવેકે તેઓને આજ્ઞા આપ્યું છતે તે સ્ત્રીઓ સાથે ચાલી. સત્ત્વની પરીક્ષામાં કેટલીએક સ્ત્રીઓ પુરુષને પણ ઓળંગી જાય છે (અર્થાત પુરુષ કરતાં આગળ વધે છે). પ્રશમની સાથે ક્ષમા, માર્દવની સાથે નમ્રતા, આર્જવની સાથે પ્રસન્નતા, સંતોષની સાથે ધૃતિ, વિચારની સાથે અનુપ્રેક્ષા (ગુણદોષ તપાસવાની બુદ્ધિ), વિમળબંધની સાથે ગવેષણું, કારણ કે (પંચાતીયા)ની સાથે શુદ્ધિ (મનશુદ્ધિ, વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ), તપની સાથે ઉપક્યિા સેનાના સ્વામીની સાથે ઓજસ્વિતા, પુરોહિતની સાથે આસ્તિકતા બુદ્ધિ, નગરશેઠની સાથે સચવાણું પાણીના