________________
પ્રબંધ ચિંતામણિ
[૧૭]
અધ્યક્ષની સાથે અવદ્ય (પાપ) ભીરુતા, વિવેકના પુત્રની સાથે એકત્વધિ, બ્રહ્મવિદ્યા અને ભવનિંદા નામની સ્ત્રીઓ અને મહામાત્યની સાથે (આઠ કર્મરૂપ રેગની) શાંતિ કરનારી ગુણજ્ઞતા નામની સ્ત્રી ચાલી. આવી રીતે યુદ્ધને માટે હૈદ્ધાઓનું મંડળ તૈયાર થયે છતે મહા પરાકમી વિવેક શત્રુની સન્મુખ પ્રયાણ કરવા માટે ઉદ્યમ કરવા લાગ્યો. થોડા વખતમાં થવાવાળા સંગ્રામની સિદ્ધિને માટે શુકલ ધ્યાનના ભેદો, તે સર્વે વીર પુરુષને તે વખતે વિવિધ પ્રકારનાં શસ્ત્રરૂપે થયા. વીર પુરુષના શરીરની સાથે સારી રીતે જોડાયેલ (પક્ષે પૂર્વાપર વિરોધ રહિત) અને વિશેષ રનની ઘટનાને ઉચિત ગુરુની શિક્ષારૂપ બનો તેમના શરીરનું રક્ષણ કરવાવાળાં થયાં.
હવે સ્વામી અતથી આજ્ઞા અપાયેલ, માતાથી જેનો ઉત્સવ કરાવે છે એવો, કુળવૃદ્ધ સ્ત્રીઓએ જેને આશીર્વાદ આપે છે એ અને મિત્રોથી જેનું સમીપપણું ત્યજાયું નથી એવો વિવેક કીર્તિરૂપ તીણ ઘંટારવથી ઉત્કટ, પુષ્ટ અને ઉંચા એવા ચેગિના સમાગમરૂપ મદોન્મત્ત હાથી ઉપર ચડીને (યુદ્ધને માટે) ચાલવા લાગ્યા. તે મડા પરાક્રમી મહરાજાને હું એકલે જ પરાજય કરીશ એમ પ્રતિજ્ઞા કરતા વીર પુરુષે વિવેકની આસપાસ વીંટાઈ વળ્યા. નવીન નવીન ગુણસ્થાન (ગુણની પ્રાપ્તિ અને તેની સ્થિતિ) રૂપ પૃથ્વીખંડ ઉપર વિવેકે વિહાર કર્યો છતે સજ્જન મનુષ્ય મહા અનંદ પામ્યા. (તેને આવતે જોઈને) જે