________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૫ ] છે. તેનાથી બીજે તને હિતકારી કેણ છે? યશ અને ધર્મ રૂપ દાંતવાળા તેમજ સદ્ગતિને હેતુરૂપ દેદીપ્યમાન સુંઢવાળા દાન ધર્માદિ આ તારા હાથીઓ છે, તેઓનું બળ શત્રુઓ કેમ સહન કરી શકશે ? (અર્થાત્ સહન કરી શકશે નહીં) ઉત્તમ સિદ્ધાંતથી નિષ્પન્ન સિદ્ધ) થયેલા જયપતાકા સહિત શીલાંગ (બ્રહ્મચર્યના અઢાર હજાર ભેદ)રૂપી હજારે રને સંગ્રામમાં કેણ પાછા હઠાવી શકે તેમ છે ? આ ગરમ અને તેજસ્વી તપના ભેદરૂપ ઘડાઓ છે, જે તીક્ષ્ણ ખરીના તાડનથી શત્રુની સેનાને ક્ષણવારમાં ચૂર્ણ કરી નાંખે તેવા છે. આ સ્વામીના ભક્ત એવા શુભ અધ્યવસાય નામના સુભટો છે. તેઓએ ગડુણ કરેલા દાનાદિ હાથીએ પિતાનું કાર્ય સાધે છે (અર્થાત્ શુભ અધ્યવસાયથી કરેલા દાનાદિ ધર્મજ ફળ આપે છે.) હે વત્સ ! રાત્રિ દિવસ ઉદ્યમ કરવાવાળો જે આ ઉત્સાહ નામને સેનાની (સેનાપતિ) છે, તેજ રણસંગ્રામમાં તારા થાકી ગયેલા સુભટોને ફરી ફરીને (ઉત્સાહ પમાડી) યુદ્ધ કરાવનારે છે. આ પ્રાયશ્ચિત્ત નામને પાણીને અધ્યક્ષ (રક્ષક) છે, તેને તું તારા પિતાની માફક શણજે, કેમકે તેજ શત્રુના પ્રહારથી પીડાયેલા સુભટોની ચિકિત્સા કરવાવાળે છે. બીજા પણ શય્યાપાલ પ્રમુખ જે તારા પક્ષપાતીઓ છે તે સર્વે તને ઉપકાર કરનારા અને કારણ વિના હિતકારી છે. તત્ત્વરૂચિ અને સંયમશ્રી નામની તારી એ સ્ત્રીઓ જે યુદ્ધમાં તારી સાથે આવે તે આ સ્ત્રી છે એવી બુદ્ધિથી તું તેની અવગણના કરીશ નહીં, કેમકે તારા સર્વ હૈદ્ધા કરતાં એ બે સ્ત્રીઓ અધિક બળવાન છે.”
કાર્ય સાધે છે એ વણ કરેલા લાભ અધ્યવસાય