________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૧ ] કાળની ઈષ્ટાર્થ સિદ્ધિથી થયેલી પ્રીતિને લીધે વિહળ થયેલા વિવેક અને સંયમશ્રીના વિવાહને ત્રણ ભુવનમાં ઉત્તમ એવો ઉત્સવ છે. આ વિવેકથી અમારા શરીરનું કલ્યાણ થશે, એવી સંભાવનાને લીધે વિવેક વિવાહિત થયાથી જગતના સર્વ જી હર્ષિત થયા. જે સુખ સ્ત્રીરૂપ નિકુંજ (પર્વત વગેરેમાં વેલા વગેરેથી ઢંકાયેલું સ્થાન)માં રહેલા હાથી તુલ્ય ચકવર્તી અથવા ઈંદ્ર પામતા નથી તે સુખ સંયમશ્રીને અંગીકાર કરીને વિવેક પામ્યા. તે સ્ત્રીના નિત્યના આલિંગનથી ઉત્પન્ન થયે છે મહા ઉત્સાહ જેને એવા વિવેક આ પ્રમાણે (આગળ બતાવે છે તે પ્રમાણે પગલે પગલે પિતાનું વધતું પરાક્રમ દેખાડવા માંડયું.
પિતાની પાસે આવેલા અતિક્રૂર સ્વભાવવાળા બાવીશ પરીષહોને જેમ વાઘ મૃગને પરાસ્ત કરે તેમ એક ક્ષણમાં તેણે પરાસ્ત કરી દીધા. વિશ્વને બુડાડનારી અને વેગથી વહેતી તૃષ્ણારૂપ નદીને કેઈના આલંબન વિના તરીને તે સામે કિનારે ગયે. મંદ રાગબુદ્ધિવાળા (અલ્પ રાગવાળા) વિવેકે પાંચ મહાવ્રત રૂપ પાંચ મેરૂ પર્વતને પણ વિશ્રામ વિના એક તૃણની જેમ ઉપાડયા. સ્વભાવથી ઉપસર્ગ કરવાવાળા શત્રુના અનર્ગલ સૈન્યને મથન (નાશ) કરવાને સમુદ્રની માફક પરાક્રમવાળે વિવેક દોડે અને જેથી તે સૈન્યને નાશ કર્યો. કાયેત્સર્ગ (કાઉસ્સગ્ગ–અમુક વખત સુધી શરીરને હલાવ્યા ચલાવ્યા વિના સ્થિર રાખી ધ્યાનમાં લીન થવું તે) રૂપ કરવતની ધાર ઉપર તે ચડે, તે પણ પગ દાયા