________________
[૧૮૮]
પ્રબોધ ચિંતામણિ તું જો અને વીરવૃત્તિથી તેને આનંદ પમાડીને તેની સાથે તું જલદી વિવાહ કર.”
અહંતનાં આવાં વચનો સાંભળીને વિકસ્વર મરાયવાળે અને માન રહિત વિવેકમલ જવાબ આપે છે કે “હે નાથ ! તમે સર્વજ્ઞ છે, તેથી હું શું બેલું? હે પ્રભુ ! કેમળ હૃદયવાળા મારામાં શું એવું સામર્થ્ય છે? હે સ્વામી ! આ મોટાઈ હું કેવળ તમારી સેવાથી જ પામ્યો છું. સ્વામી અતુલ બળવાન હોવાથી સેવકને વિષે પણ બળ સંભવે છે, કેમકે બાવનાચંદનના વનમાં ઉત્પન્ન થયેલા લીંબડાદિ પણ ચંદનપણાને પામે છે. હે સભાના લોકે! સ્વામીના પદાતીઓમાં પરમાણુ તુલ્ય મારાવડે વીર પુરુષની કીડાનું કુતૂહલ કરાય છે તે તમે જુઓ.” (આ પ્રમાણે કહીને વિવેક અહંતની આજ્ઞાથી રાધાવેધ સાધે છે). (રાધાવેધનું વર્ણન) અનંતા ભવના વિસ્તારરૂપ મંડપને વિષે વિશિષ્ટ (વિલક્ષણ) પુરુષના હૃદયને આધારભૂત સુંદર આકૃતિવાળે મહાદેવ નામને સ્તંભ છે. તેને આધારે ડાબી અને જમણી ગતિએ વેગથી ફરવાવાળા આઠ કર્મ રૂપ આઠ ચક્કા જેવા વાળાને) આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. તે આઠ ચક્રની પાસે દઢ સ્થિરતાવાળી તત્ત્વકળા નામની રાધા (પુતળી) છે. તે નિરપરાધી છે તે પણ સપુરુષને વેધ્ય હોવાથી તે વેધ્યપણે પ્રખ્યાતિ પામેલી છે. તે સ્તંભના નજીકના ભાગમાં પૃથ્વી ઉપર અતએ ગુરુના સ્નેહથી ભરેલે ઉત્તમ આચારવાળે સિદ્ધાંત નામ કુંડ સ્થાપન કરેલ છે. તેની પાસે જવાથી જેના ઉપર સદ્ગુરુ તુષ્ટ