________________
[ ૧૭૮ ]
પ્રબંધ ચિંતામણિ સંવર, નિજર, બંધ અને મેક્ષ–આ નવ તત્ત્વો * પ્રાય તેઓ (કલિકાલમાં ઉત્પન્ન થયેલા શ્રાવક) જાણતા જ નથી.
જેઓની પાસે લક્ષ્મી અને મહત્ત્વ (મેટાઈ, માન) છે તેઓને વિડંબના પમાડવાને માટે કળિકાળે મિથ્યાત્વ, વિરતિ ત્યાગવૃત્તિ ઉપર દ્વેષ અને કુપાત્રમાં આસક્તિ કરવાનું શીખવ્યું છે. આ દિવસ ઘણું પ્રયાસવાળા આરંભે કરાવીને ધર્મકાર્યને અવસરે તેમના શરીરમાં તે શ્રમ (થાક) ઉન્ન કરે છે. ધર્મ સમાધિથી ઉન્ન થાય છે એમ
* જીવ-જેનામાં ચૈતન્ય છે તે ૧. અજીવ જડ ચૈતન્ય રહિત તેમજ જેમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે તે. જો કે દરેક મનુખ્યાદિકમાં એ રૂપ રસાદિ દેખાય છે પણ તેથી તેઓ જડ છે, એમ માની ન લેતાં તેમાં વિવેકબુદ્ધિથી વિચાર કરો કે જેમાં રૂ૫ રસાદિ છે અથવા જે રૂપ રસાદિમય છે તે પુદ્ગલ (શરીર) છે શરીર છે તે જડ છે. પણ તેમાં રહેલો આત્મા જે કે અરૂપી છે તે ચૈતન્ય છે. ૨. પુણ્ય-શુભ કર્મોને વિપાક–આ તત્વમાં પુણ્ય કેવાં કારણોથી બંધાય છે તે જાણવાનું છે ૩. પાપ- અશુભ કર્મને વિપાક-આમાં પણ પાપ કેવાં કારણોથી બંધાય છે તે જાણવાનું છે ૪. આશ્રવ - કર્મને આવવાના પ્રકાર ૫ સંવર-કર્મને આવતાં અટકાવવાના પ્રકાર ૬. નિરા-બાંધેલ કર્મોનું ઝરી જવું–ખરી પડવું. આ તત્ત્વમાં કર્મને નાશ કેવા ઉપાયથી થાય છે તે જાણવાનું છે ૭ બંધ-કર્મોનું જુદા જુદા રૂપમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ ને પ્રદેશપણે જુદાજુદા ફળ આપવા તરીકે બંધાવું ૮ મેક્ષ-સર્વથા કર્મોથી મુક્ત થવું–પિતાના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થિત થવું ૯. પાપ-પુણ્ય અને આશ્રવ આ ત્રણેને એક આશ્રવમાં જ ગણતાં સાત તો પણ કહેવામાં આવે છે.