________________
[ ૧૮ ]
પ્રબેધ ચિંતામણિ
તેમના કર્તવ્ય ઉપરથી અનુમાન થાય છે. આ રિવાજ કુમારપાળે બંધ કર્યો.
કાયર પુરુષના ધનને ત્યાગ કર અને વીર પુરુના પ્રાણને હરતે તે ધર્મયુદ્ધ કરવાવાળા વીર પુરુષોમાં મુગટ સમાન થયે મનુષ્યોજ ફક્ત તેને દીર્ધાયુષી ઈચ્છા હતા એમ નહિ પણ અકાળે મરવાના ભયથી મુક્ત થયેલા હરિણ, પક્ષી અને માછલાં પ્રમુખ પણ તેને દીર્ધાયુષી ઈચ્છતા હતા. તેણે માત્ર મનુષ્યોનેજ ધર્મમાર્ગમાં જોડ્યા એમ નહીં પણ નીચ જાતિના દેવને પણ જોરથી માંસની આશાને ત્યાગ કરાવીને ધર્મમાર્ગમાં જોયા છે. જન્મથી બળવાન અને પુષ્ટ શરીરવાળા કળિકાળને જાણીને ચૌલુક્યવંશને ચક્રવત્તી અને જ્ઞાની કુમારપાળ રાજા તેને ના કરવાને ચાલ્યું. પછી બળવાન કળિકાળે પિતાના સૈન્યના અગ્રેસર કરેલા ઇત (જુગાર), મદિરા, માંસ અને શિકારરૂપ સુભટોને તે રાજાએ પ્રથમજ માર્યા. ( અર્થાત્ ધૂત, મદિરા, માંસ અને શિકાર આ ચાર વસ્તુઓ પિતાના રાજ્યમાંથી કઢાવી નાખી . કસાઈખાનું અને મદિરાની ભઠ્ઠી–આ નામની મેહરાજાની બે રાણીઓ જે કળિકાળના શરીરને ભજન અને પાનદેવાથી હિતકારી હતી તેમને આ રાજાએ જીવથીજ મારી નાંખી (અર્થાત્ કષાઈખાનાં અને દારૂની ભઠ્ઠીઓ રાજ્યમાંથી કઢાવી નાંખી). અમારી શબ્દ (કેઈ જીવને ન મારે એવી રીતે દરેક સ્થળે જાહેર કરવું) રૂપ ભાલાવડે આ રાજાએ કળિકાળને ભેદી નાંખે તે પણ તે અક્ષત શરીરવાળો