________________
પ્રમેાધ ચિંતામણિ
[ ૧૮૩ ]
રહ્યો, તેથી શું તેનું આયુષ્ય નિરૂપક્રમ (જેટલું આયુષ્ય બાંધ્યુ હાય તેટલું પૂર્ણ કર્યાં સિવાય કોઈ પણ કારણથી ત્રુટી ન શકે તેવું) છે? અથવા શું તેને પહેલું સંઘયણુ છે? અથવા શુ તેણે રસાયણ ખાધુ છે! કે શું તેને યમરાજાની સાથે મિત્રાઇ છે?' આ પ્રમાણે મોટા પુરુષો તેને માટે વિચાર કરવા લાગ્યા. હવે કળિકાળ ગ ળયા બળદની પેઠે ઉઠવાને અસમર્થ છે એમ જાણીને રાજાએ તેના ઉપર ક્ષમાને ઉચિત આચરણ કરીને છેડી દીધેા. કેમકે સમ પુરુષા ગ્લાનિ પામેલાના ઘાત કરતા નથી. ત્યારપછી જગૃત શત્રુરૂપ કાંટા વિનાનું થવાથી કુમારપાળ રાજા કોમળ પગવાળી જિનેશ્વરની આજ્ઞાને દરેક દેશમાં ખેલાવવા (પ્રવર્તાવવા) લાગ્યા. ચારે વણુના લેકે (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર) અહુ તના અનુયાયી (જૈની) થયા. લાકોએ હિંસાને ત્યાગ કર્યાં, સ જગ્યાએ સાધુએ પૂજાવા લાગ્યા અને ધર્મી સંબંધી વાણી ભણાવા લાગી. આ પ્રમાણે કુમારપાળ રાજાએ જ્યાંસુધી પૃથ્વીનું પાલન કર્યું ત્યાં સુધી અંશુલીના અગ્ર ભાગે પૃથ્વીને સ્પર્શ કરનાર કળિકાળ દુ:ખી અવસ્થામાં રહ્યો. પછી અપ્સરાએના ભાગ્યે કુમારપાળરાજા સ્વરૂપ મહેલમાં આરાહિત થયે છતે અર્થાત્ મરણ પામ્યું છતે ઉનાળાની ઋતુ ગયા બાદ સૂકાયેલા દેડકા પાછા તાજા થાય તેની માફક કળિકાળ ફરીને વિલાસ કરવા લાગ્યું; અને મનુષ્યેામાં ગુરુભક્તિ, બળ, બુદ્ધિ, ધર્મ, આયુષ્ય, શ્રુત અને સુખ એ અનંતગુણ હાનિવડે નિરંતર ઘટાડવા લાગ્યું. તેમજ વિરોધ, ક્રોધ, અજ્ઞાન, અસત્ય, કપટ અને