________________
[ ૧૮૦ ]
પ્રબંધ ચિંતામણિ સુપાત્રદાનથી પરા મુખ થઈ કુપાત્રમાં પિસ ખચે છે. ધર્મપત્નીમાં પુરુષોનો સ્નેહ વિષયવૃત્તિ શાંત થાય ત્યાં સુધીજ દેખાય છે ત્યારે પત્નીનો સ્વામી ઉપર સ્નેહ પણ તે પોતાનું ભરણપોષણ કરે ત્યાં સુધી જ જણાય છે આવી રીતે કળિકાળમાં પત્નીની અને સ્વામીની–બંનેની ધૂર્તતાવાળી મિત્રાઈ છે. સ્વાર્થની સિદ્ધિ થાય ત્યાંસુધી મિત્રાઈ, સંકટ ન આવે ત્યાં સુધી નિયમ, હૃદય મજબુત રહે ત્યાંસુધીજ સમ્યકત્વ અને પ્રસિદ્ધિનો લાભ મળે ત્યાંસુધી જ સારી કિયા જણાય છે. વળી આ કળિકાળમાં શહેરે ગામડાં જેવાં, ગામડાંઓ ભિલેના વાસ જેવા, નગરના લોકે ગામડાના લોક જેવાં અને ગામડાના લેકે ભૂત જેવા દેખાય છે. કર દેવાવાળા ચેર જેવા, કુળવાન પુરુષે ભાંડ જેવા અને કુળવાન સ્ત્રીઓ પણ ચાલ, પહેરવેશ અને હસવા પ્રમુખથી વેશ્યા જેવી દેખાય છે. તેમજ પૃથ્વી થડા અનાજેવાળી, ગાયે થડા દૂધવાળી, વૃક્ષે અલ્પ ફળવાળા, દેશે થોડી વસતીવાળા અને જળાશયે થોડા પાણીવાળાં થયાં છે, વાણી ઘણી પૈશુનતાવાળી (ચાડી ખાવી–આથી પાછી કરવી તે), પ્રજા ઘણી કન્યાઓવાળી, આજીવિકા ઘણા આરંભવાળી અને સુખ ઘણું મૈથુન સેવવું તે થઈ પડ્યું છે, અહંકાર વિનાને તપ, દંભ વિનાને ધર્મ, મદ વિનાનું શ્રુત કૃપણુતા વિનાની લક્ષ્મી અને વિકાર વિનાનું યૌવન કળિકાળમાં ક્યાંથી હોય? (કેઈ જગ્યાએ દેખાતું નથી.)
આ પ્રમાણે વનમાં લાગેલા દાવાનળની માફક પૃથ્વી ઉપર કળિકાળ અવસર પામીને વિસ્તાર પામે છતે એ