________________
પ્રબંધ ચિંતામણિ
[ ૧૭ ]
જાણુંને સમાધિને નાશ કરવા માટે કલેશની પ્રિયતાવાળા કળિકાળે પૃથ્વીને યુદ્ધના આડંબરવાળી કરી મુકી છે. અર્થાત્
જ્યાં ત્યાં પરસ્પર કલેશ ઉત્પન્ન કરાવીને સમાધિનો નાશ કર્યો છે. વળી કવિના મહાભ્યથી લેકેનું (ધન) લઈ લેવા માટે રાજાઓ રાક્ષસ જેવા થયા છે, અને તેઓએ નિમેલ રક્ષણ કરવાવાળા મનુષ્ય (અધિકારીએ ભક્ષણ ફરનારા લુંટીને ખાવાવાળા) થયા છે. વળી એ કળિકાળમાં પુત્ર માતા પિતાની સેવા કરતા નથી અને માતા-પિતા પુત્રને વિશ્વાસ કરતા નથી. સગા ભાઈઓ ધનની આશાથી માતેલા સાંઢની માફક અન્ય યુદ્ધ કરે છે. સાસુ વિંછણીની માફક વહુને ચેડા અપરાધે પણ નિરંતર આંસુ પડાવતી કરીને દુઃખ આપે છે અને પુત્રી ઉપર કામધેનુ ગાયના જેવું આચરણ કરે છે. પરિણામે તે વહુ પણ ઘરને વિષે પિતાને માલિક્ર માનતી સાસુની સાથે સારી રીતે વર્તતી નથી, અને નદી જેમ પર્વતને ભેદે છે તેમ શીતળ વચનરૂપ જળવડે તે પોતાના સ્વામીને ભેદે છે (અર્થાત્ સ્વામીને પિતાને આધીન કરીને સાસુ ઉપરથી મન ઉતરાવી નાખે છે). મનુષ્ય પોતાના ગાળાની સાથે ઈર્ષ્યા કરે છે અને સાળાઓની સાથે મિત્રોઈ બાંધે છે, તેમજ સ્ત્રીને આધીન થઈને માતાને પણ કઠોર વચને કહે છે. ગ્રીષ્મ
તુમાં સરેવરના પાણીની માફક કળિકાળમાં મનુષ્યની પાસે ધન ડું હોય છે, અને તે પણ ઘણું આરંભ વાળું, ઘણુ કલેશવાળું અને ઘણાને આધીન રહેલું હોય છે. અવસરે મેઘ વરસતો નથી, અકાળે વૃદ્ધિ થાય છે અને ધનાલ્યો