________________
પ્રબોધ ચિંતામણિ
{ ૧૭૭ ] પૌષધ એ એ અતિ ઉત્તમ છે, એમ જણાવવાવાળી કામદેવ આદિ શ્રાવકની ક્રથા સાંભળ્યા છતાં પણ તેને વિષે તેઓ આળસ કરે છે. જુગાર અને વાર્તાને વિનોદથી આખી રાત્રિ પસાર કરે છે, અને ધર્મ સાંભળવા માટે ગુરુની પાસે બેસે છે ત્યારે નિદ્રાથી શૂર્ણિત થાય છે. હાસ્યના હેતુ ભૂત વિચિત્ર પ્રકારની કથા સાંભળીને પ્રકુલ્લિત મુખવાળા થાય છે અને સંસારથી ઉદાસીનતા કરવાવાળી કથાને રસ વિનાની જાણીને તે સાંભળવાને પણ ઇચ્છતા નથી. પુત્ર અગર ભાઈએ વૈરાગ્યથી વ્રત લેવાની ઈચ્છા કર્યો તે તેઓ શત્રુની માફક સાધુએલ ઉપર નીચ વચનોરૂપ ધૂળની વૃષ્ટિ કરે છે, પણ વિચારતા નથી કે “અમારા દેખતાં દેખતાં યમરાજા અમારા પુત્રને હરી જાય છે. તેવા પુત્રોમાંથી એક પણ ગુરુની સેવા કરે છે તે કરતાં વધારે પ્રાર્થના કરવા લાયક બીજું શું છે!” વળી ભેજન, ઔષધ, વસ્ત્ર, પુત્ર, ઘર અને ઉપકરણ પ્રમુખ વસ્તુઓમાંથી જે સાધુને ઉપયોગમાં આવે તેજ સારભૂત છે.' આ રીતિને તેઓ સમજતા જ નથી. પરણેલી, યુવાન અને ઉત્તમ કુળવાળી ધર્મપત્નીને તેઓ તૃણની માફક ગણે છે, અને કરડે વિટ (જાર) પુરુષથી સેવાયેલી વિદ્યાને વિષે આસક્ત થાય છે.
જે થવાનું હોય છે તે થાય જ છે, તે જિનેશ્વર વિના બીજા દેવેને માનવાનું મને શું પ્રજન છે?” આ પ્રમાણે આફતને વખતે પણ ધીરતા રાખવાવાળા શ્રાવકે કલિકાલમાં -થોડાજ જણાય છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, ૧૨