________________
[ ૧૭ ]
પ્રબંધ ચિંતામણિ
વાથી જિનેશ્વર અને કેવળજ્ઞાની દૂર જતા રહ્યા, અર્થાત્ આ ભરતક્ષેત્રમાં પંચમકાળમાં તેનો વિરહ પડે. જીતવાની ઈચ્છાવાળા પુરુષોને યાન, આસન અને કાળના ષડૂગુણનું જ્ઞાન હોવું જોઈએ (અજ કારણથી મેહરાજાએ કળિકાળને અંગીકાર કર્યો. પછી જેમ સૂર્ય દૂર જવાથી ઉત્તમ રસ્તાનો રોધ કરનાર અંધકારસમૂહ ફેલાય છે તેમ જગત્ના નાથ જિનેશ્વર દૂર જવાથી કળિકાળ પિતાની ઈચ્છાનુસાર પ્રસરવા લાગ્યો અને મોક્ષે જવાના રસ્તાની બેઉ બાજુએ રાગ અને દ્વષ નામના બે સુભટને સ્થાપન કરીને પોતે આકાંત કરેલ (દબાવેલ) ક્ષેત્રમાંથી કોઈ પણ મનુષ્યને મેલે જવાનું બંધ કર્યું. મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન, પરમાવધિજ્ઞાન, ક્ષપકશ્રેણી, ઉપશ્રમણી, ઉપરના ત્રણ સંયમ (પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત) જિનકલ્પ . અને પુલાક લબ્ધિ-આ દશ વસ્તુઓનો તેણે શરૂઆતમાં જ નાશ કર્યો, કેમકે આ વસ્તુઓ હોવાથી જિતેંદ્રનો પ્રતાપ વિશેષ જાગ્રત રહે છે પછી મેહના મહાન શત્રુ એવા ચૌદ પૂર્વ, દશપૂર્વ અને પૂર્વાનુગ (પૂર્વ સંબંધી જ્ઞાન)ને પણ અનુક્રમે નાશ કર્યો. કેઈ વખત અવિરોધપણે જેનેને મળતા કળીકાળે મેહની સેવા કરવાવાળા પ્રાણીઓના પણ ઉભય (મોહ અને અહંત) પક્ષના ચૈતન્ય તુલ્ય પ્રથમ (વા ભાષભનારાચ નામના) સંઘયણ (એક જાતના ઘણું મજબૂત શરીરના બાંધા)ને ભેદી નાંખ્યું, અને પછી બીજા (ચાર) સંઘયણોને પણ પૂર્વોક્ત હેતુથી જ નાશ કર્યો. માત્ર છેલ્લા સંઘયણને નિસાર અને નિર્બળ જાણીને તેને નાશ ન