________________
પ્રબંધ ચિંતામણિ
[ ૧૭૧]
-
- - -
-
-
-
-
છે તે જ્ઞાન તલાક્ષ (વિમળબંધ કેટવાળ)ને હણીને હું પ્રવચનપુરને વિસંસ્થલ (શિથિલ) કરી નાખીશ. ઉલ્લાસ પામતા સંવેગાદિક શત્રુઓ હમણાં તમને હસે છે પણ તેઓને ખરી પડેલા બાણની માફક નિષ્ફળ કરીને આપણા સમુદાય પાસે હસાવીશ. જેની દષ્ટિરૂપ પાણીથી (સિંચાચેલા) શત્રુરૂપ સર્વે વૃક્ષે વિસ્તાર પામ્યાં છે તે જિનેશ્વરને જેમ વાયરે વાદળાને ફેંકી દે છે તેમ હું દૂર ફેંકી દઈશ અને દુષ્ટ ઘેડે જેમ અસ્વારને વિહવળ કરી નાખે છે તેમ વિવેકને વિહવળ કરીને હું થોડાજ વખતમાં મોક્ષનો માર્ગ કેઈ ન જઈ શકે તેવું કરી નાખીશ” (અર્થાત્ બંધ કરીશ)”
કળિકાળનાં આવાં વચનો સાંભળીને મહારાજા વિચાર કરવા લાગે કે –આને વિષે સર્વ વાત સંભવી શકે છે. કેમકે તેની સ્કૃતિ, આકૃતિ અને વચનવડે આ અનુપમ જણાય છે. પરંતુ ઘણું ઉદ્ધતપણથી તે મારી સાથે લાંબે વખત રહી શકશે નહીં, કેમકે ઘણા ઉદ્ધત એવા વૈદો અને દુર્યોધન આદિ રાજાએ તત્કાળ નાશ પામ્યા છે. તે પણ રાજ્યના આધારના કારણભૂત તે કળિકાળને મારે રાખવો તે જોઈએ. કેમકે બે દિવસને માટે પણ પ્રાપ્ત થયેલ ચિંતામણિ રત્ન શું મનુષ્યને પ્રીતિદાયક થતું નથી ? (અર્થાત્ પ્રીતિદાયક થાય છે.) આ પ્રમાણે નિશ્ચય કરીને તેને સત્કાર કરી પોતાની પાસે રાખે. ખરી વાત છે કે રત્નના ભંડારથી પણ જીતવાની ઈચ્છાવાળાને દ્ધાઓને સંગ્રહ વધારે પ્રિય હોય છે. હવે કળિકાળ વિસ્તાર પામ