________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૬૯ ]
છે. જે કાર્ય પરિણામે સુંદર હોય છે તેની આર્ય (શ્રેષ્ઠ) પુરુષ પ્રશંસા કરે છે, કેમકે કડવા રસવાળે કવાથ (ઉકાળ) પણ રોગને દૂર કરવાવાળા હોવાથી તે મનુષ્યને ઘણે હાલે લાગે છે. જે કાર્ય વિપાકે (ઉદયકાળે) દુઃખ દેનારું હોય તે વિદ્વાનેએ ન કરવું જોઈએ. માટે જ શરૂઆતમાં સ્વાદિષ્ટ પણ અંતે મૃત્યુ આપનાર કિપાક ફળને ત્યાગ કરાય છે. જે રાજ્ય દુશમન રહિત હોય ત્યાંજ મહોત્સવ શેભે છે અન્યથા ઉત્સવ કરવા તે સ્વપ્નના લાડુ સરખા છે. વિવેક જે નાસીને જતો રહ્યો છે તે કપટથી ગમે છે ભયથી ગયે નથી, તેથી પાછા હઠીને ફાળ મારનારે સિંહ શું હાથીએને હણ નથી ? (અર્થાત્ હણે છે તેવી જ રીતે મને તે વિવેક સંબંધી પણ જણાય છે). આ વિવેક જિનેશ્વરની પાસે જઈને સંયમશ્રીને પરણશે અને પછી તેનાથી બળવાન થઈને મારા વંશને મૂળથી ઉખેડી નાંખશે. સહનશીલ એવો શૂરવીર પુરુષ અકસ્માત્ જે નાશી જાય છે તે તે પાછળથી દુખે સહન કરી શકાય તે થાય છે. કારણ કે અકસ્માત દેખાવ આપીને ઉપરથી રૂઝાઈ જતું ખરાબ ગુમડું પરિણામે મૃત્યુનું કારણ થાય છે.”
આ પ્રમાણે આવતા કાળના વિચારથી ઉત્પન્ન થયેલ ચિંતાવડે બળતા હૃદયવાળે મહારાજા બેઠો છે તેટલામાં દ્વારપાળે આવીને વિજ્ઞપ્તિ કરી કે “હે મહારાજા! કાળસ્વરૂપ અને વિસ્તાર પામેલા સમસ્ત શત્રુરૂપ વૃક્ષને કાપવાને કુહાડા તુલ્ય કળિકાળ ઘણો વખત થયાં અહીં આવેલ છે તે